Baba Siddique મર્ડર કેસમાં મુંબઈ પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી શૂટર્સ ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપ યુટ્યુબ પર વીડિયો જોઈને શૂટિંગ શીખ્યા હતા અને તે જ આરોપી મુંબઈમાં (મેગેઝિન વગર) શૂટિંગની પ્રેક્ટિસ કરતા રહેતા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં 4 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ આરોપી હજુ ફરાર રહેલા છે જેમની શોધ ચાલી રહી છે. મુંબઈ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ કેસમાં તેમને આજે મળેલી એક કાળી બેગમાંથી 7.62 એમએમની બંદૂક મળી આવેલ છે.
મુંબઈ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બાબા સિદ્દીકી હત્યા કેસમાં પકડાયેલ ચોથો આરોપી હરીશ વચેટિયા તરીકે કામ કરતો હતો. ધરપકડ કરાયેલા આરોપી પ્રવીણ અને શુભમ લોનકરે ધરપકડ કરાયેલા શૂટર્સ ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપને રૂ. 2 લાખ આપ્યા હતા અને આ પૈસા ચોથા આરોપી હરીશ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. શૂટરોને પૈસા અને બે મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યા હતા. હરીશ છેલ્લા નવ વર્ષથી પુણેમાં રહી રહ્યા છે. તપાસમાં તે પણ સામે આવ્યું છે કે, આરોપી દ્વારા ચેટિંગ માટે સ્નેપચેટ એપ અને કોલ કરવા માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બાબા સિદ્દીકીની હત્યાનું પ્લાનિંગ ત્રણ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આરોપી Baba Siddique ના ઘરે અનેક વખત હથિયાર વગર ગયેલો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી જાણકારી અનુસાર, બાબા સિદ્દીકીની હત્યાનું સમગ્ર પ્લાનિંગ પૂણેમાં કરવામાં આવ્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં 15 થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે, જેમાં ઘટના સમયે હાજર રહેલા કેટલાક પ્રત્યક્ષદર્શીઓ પણ સામેલ છે.
બાબા સિદ્દીકી ને ઓળખવા માટે આરોપીને બાબા સિદ્દીકી ની ફોટો અને બેનરનો ફોટો આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, આ ટાર્ગેટ છે. ઘટનાના 25 દિવસ પહેલા ઘર અને ઓફિસની રેકી પણ કરાઈ હતી.
કોણ હતા બાબા સિદ્દીકી?
બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના રાજકારણમાં લોકપ્રિય ચહેરો રહેલા હતા. તેઓ આ વર્ષે કોંગ્રેસ છોડીને NCP (અજિત જૂથ) માં જોડાયા હતા. તે ભવ્ય ઇફ્તાર પાર્ટી ઓ કરવા માટે જાણીતા હતા જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સની હાજરી રહેતી હતી. તેમની પાર્ટીઓ બોલિવૂડના નાના-મોટા તમામ સ્ટાર્સ જોવા મળતા હતા. તેઓ 48 વર્ષથી કોંગ્રેસમાં હતા અને બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય પણ રહેલા હતા. તેઓ મહારાષ્ટ્રમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા હતા.