ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા નેતા Gopal Italia દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જાહેરમાં ચર્ચા કરવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેલેન્જ આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ગોપાલ ઈટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલ ચેલેન્જનો હું ગોપાલ ઈટાલીયા સ્વીકાર કરું છું અને જાહેરમાં ચર્ચા કરવા માટે તારીખ, સમય અને સ્થળની જાણ કરે તેવી માંગણી કરું છું.’ તેની સાથે આ પત્ર ગોપાલ ઈટાલિયા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
તેની સાથે પત્રમાં Gopal Italia દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ગુજરાતના ગૃહમંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છો ત્યારે સોશિયલ મીડિયામાં અવારનવાર તમારા ભણતરને લઈને ‘આઠ પાસ મંત્રી’ જેવો આરોપ મુકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ખાનગી ન્યૂઝ ચેનલ પર એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમનાથી સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમે ઓછું ભણેલા આઠ પાસ મંત્રી છો એવા આરોપો અંગે શું જણાવશો? તેના જવાબમાં તેમને જણાવ્યું હતું કે, ‘હું (હર્ષ સંઘવી) ભલે ઓછું ભણેલ છું પરંતુ રોજ નવું-નવું શીખતો રહું છું. આઈએએસ અધિકારી પાસેથી હું શીખ્યો છું.’ આવો જવાબ આપીને તમે મીડિયાના મંચ પરથી વિરોધીઓને ચેલેન્જ મારતા કહેલ કે વિરોધીઓ સાથે ખુલ્લા મંચ પર કોઈપણ વિષય અંગે ચર્ચા કરવા માટે ચેલેન્જ આપી રહ્યો છું.”
તેની સાથે ગોપાલ ઈટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “તમે ઓછું ભણેલા હોવા છતાં કોઈપણ વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવાની ચેલેન્જ મારી રહેલી છે તેને હું ગોપાલ ઈટાલિયા નાગરિક તરીકે સ્વીકાર કરું છું અને તમારી સાથે જાહેર ચર્ચા કરવા માટે તૈયાર રહેલ છું. તમે જે સરકારમાં મંત્રાલય સંભાળો છો તે વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે હું તમારી ચેલેન્જનો સ્વીકાર કરું છું.
તમને જણાવી દઈએ કે, ખાનગી ન્યૂઝ ચેનલ પર આપેલ ઈન્ટરવ્યૂ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, “તમારા અભ્યાસને લઈને તમારા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે કે તમે આઠ પાસ છો.” તેના જવાબમાં હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “તેના ડેટા ખોટા છે, આરોપ યોગ્ય રહેલ છે. હું ઓછું ભણેલો છું. પરંતુ હું દરરોજ નવી નવી વસ્તુઓને શીખી રહ્યો છું. દિવસ-રાત કામ કરતા માળી પાસેથી શીખી રહ્યો છું. આઈએએસ પાસેથી પણ શીખી રહ્યો છું. અનુભવી લીડર પાસેથી શીખી રહ્યો છું. મારી પાસે આવતા દરેક નાગરિક પાસેથી પણ શીખવાનો પ્રયત્ન કરું છું. ભણતર જરૂર ઓછું રહેલું છે. પરંતુ દિલચસ્પી દરેક વિષયમાં આજે પણ એટલી જ રહેલી છે. જે લોકો આરોપ લગાવે છે તેમને કોઈપણ વિષય પર ચર્ચા કરવી હોય તેઓ ખુલ્લા મંચ પર આવવા તૈયાર રહે, હું તેના માટે તૈયાર છું. તેમને ઈકોનોમી, વિકાસ કે ટુરિઝમ દરેક વિષય માટે હું તૈયાર રહેલ છું.”