ફિલ્મ “Pushpa 2” ને લઈને આવ્યા મોટા અપડેટ, આ વખતે સામંથા નહીં પરંતુ આ અભિનેત્રી આઈટમ સોંગ કરશે

Amit Darji

અલ્લુ અર્જુનની ચર્ચિત ફિલ્મ ‘Pushpa 2’ ની રિલીઝની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલી દરેક માહિતી માટે ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના ટીઝર, ટ્રેલર અને ગીતો ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા હતા પરંતુ અગાઉની ફિલ્મ ‘પુષ્પા 1’ ના ધમાકેદાર આઈટમ સોંગ ‘ઓઓ અંતવા’ ની જેમ આ વખતે પણ તમામ ચાહકોને ડેશિંગ આઈટમ નંબર ની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ આ વખતે ‘પુષ્પાઃ ધ રૂલ’ માં આઈટમ નંબર કોણ કરશે? તેને લઈને જાણકારી સામે આવી છે.

અલ્લુ અર્જુન અને ‘Pushpa 2’ ના ચાહકો આ વખતે પણ શાનદાર આઈટમ સોંગની રાહ જોઈ રહ્યા છે. સામંથા રુથ પ્રભુ ને ‘પુષ્પા 1’ માં ‘ઓઓ અંતવા’ ગીતમાં જોઇને દરેક ચોંકી ગયા હતા. આ વખતે સામંથાની જગ્યાએ કઈ અભિનેત્રી પોતાના હોટ ડાન્સ મૂવ્સ થી ચાહકોને પોતાના દિવાના બનાવશે. તેને લઈને નિર્ણય લગભગ લેવામાં આવી ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વખતે સામંથા ની જગ્યાએ ‘ભૂલ ભૂલૈયા 3’ ની અભિનેત્રી તૃપ્તિ ડિમરી ‘પુષ્પા 2’ એક ખાસ ગીત દ્વારા લોકોને ચકિત કરી શકે છે અથવા પછી તે પણ થઈ શકે છે કે, તે આ વખતે ‘પુષ્પા 2’ ના સૌથી ખતરનાક અને સનસનાટીભર્યું આઈટમ સોંગ કરશે. તેમ છતાં, અત્યાર સુધી તેની કોઈ જાણકારી સામે આવી નથી. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024 ના રોજ રિલીઝ થવાની છે.

જ્યારે તેમાં કોઈ શંકા નથી કે, ‘પુષ્પા : 2 ધ રૂલ’ આ વર્ષની ભારતીય સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ ‘પુષ્પા’ દ્વારા બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરવામાં આવી હતી. હવે, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંધન્નાના ચાહકોની નજર ‘પુષ્પાઃ ધ રૂલ’ સાથે તેના આઈટમ સોંગ પર રહેલી છે. સોશિયલ મીડિયા પર આ વખતે જોરદાર ચર્ચા ચાલી રહી છે કે. આ વખતે કઈ અભિનેત્રી ‘પુષ્પા 2’ના ગીતથી ચાહકોને પોતાના દીવાના બનાવશે.

તેમ છતાં આ ગીતમાં કઇ હિરોઈન ડાન્સ કરશે તે હજુ નક્કી થયેલ નથી, પરંતુ અલ્લુ અર્જુન સાથે ડાન્સ કરવા માટે જાહ્નવી કપૂર અને તૃપ્તિ ડિમરી ના નામ વિચાર કરવામાં આવી રહ્યો છે. તેની સાથે ચર્ચાઓ ચાલી રહી છે કે, આ ગીતમાં ધૂમ મચાવવા માટે મેકર્સે ‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરી નું નામ લગભગ ફાઇનલ કરી નાખ્યું છે. પરંતુ જ્યાં સુધી તેની સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી કંઈ પણ શકાય નહીં. સુકુમાર ‘પુષ્પા 2’ નું નિર્દેશન કરી રહ્યા છે, જેનું સંગીત ડીએસપી દ્વારા આપવામાં આવેલ છે.

Share This Article
Leave a comment