Bihar : JDU પ્રમુખ સહિત 14 જુગારીઓની વિદેશી દારૂ અને રોકડ સાથે ધરપકડ

Amit Darji

Bihar  : દારૂબંધી ધરાવનાર બિહારમાં શાસક પક્ષના નેતાઓ જ દારૂબંધીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જેડીયુ નેતા અને તેના અન્ય 13 સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ સમાચાર માત્ર સરકાર માટે જ નહીં પરંતુ શિક્ષણ વિભાગ માટે પણ કલંકરૂપ રહેલ છે, કારણ કે આ લોકોની શાળામાંથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યાંથી દારૂ પણ મળી આવ્યો છે.

આ બાબત ની વાત કરીએ તો બિહાર શરીફ ના નાલંદા જિલ્લા મુખ્યાલય ના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના અંબર ચોકમાં સ્થિત એક ખાનગી શાળામાં બની હતી. જ્યાં એક ખાનગી શાળામાં જુગાર રમતા જેડીયુના બ્લોક પ્રમુખ સીતારામ પ્રસાદ દાણચોર સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ત્યાંથી 292.32 લીટર અંગ્રેજી દારુ જપ્ત કરવામાં અઆવ્યો છે. પોલીસ દ્વારા આ લોકો પાસેથી 2 લાખ 88 હજાર રૂપિયા રોકડા અને ચલણી નોટો, મોબાઈલ ફોન અને બાઇક જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આમાંના કેટલાક લોકો એવા પણ છે જેઓ જુગાર અને દારૂના ગુનામાં પકડાઈ ચુકેલા હતા.

આ મામલામાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક દિવસ અગાઉ જ નીતીશ કુમારના હોમ બ્લોક હરનોતના ચેરો સહાયક પોલીસ સ્ટેશન પર દારુના તસ્કરો દ્વારા પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં છ પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા આ મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે બિહાર શરીફ શહેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સમ્રાટ દીપક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુપ્ત બાતમીના આધારે અંબર ચોક સ્થિત મધુસુદન પ્રસાદના મકાનમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. બાતમી મળતા પોલીસ દ્વારા ત્યાં દરોડો પાડતા જાણવા મળ્યું હતું કે, આ તમામ એક ખાનગી શાળામાં જુગાર રમીને દારૂ પી રહ્યા હતા. પોલીસ ત્યાં પહોંચી તે સમયે તરત જ તમામ ભાગવા લાગ્યા, પરંતુ પોલીસ દ્વારા તે બધા ને ઘરમાં ત્યાં જ પકડી પાડ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share This Article
Leave a comment