Haryana માં ભાજપને લાગ્યો મોટો ઝટકો, ટિકિટ ન મળવાથી નારાજ પૂર્વ મંત્રીએ આપ્યું પાર્ટીથી રાજીનામું

Amit Darji

Haryana : ભાજપની પ્રથમ યાદી જાહેર થયા બાદથી ટિકિટ ન મળતા નેતાઓના રાજીનામાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. તાજેતરનો કેસ જીંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. ટિકિટ ન મળવાથી નારાજ પૂર્વ મંત્રી બચનસિંહ આર્ય દ્વારા ભાજપ છોડી દેવામાં આવ્યું છે. બચન સિંહ આર્ય જીંદના સફીદ પાસેથી ટિકિટ માંગવામાં આવી રહી હતી. ભાજપ દ્વારા અહીંથી બળવાખોર જેજેપી ધારાસભ્ય રામકુમાર ગૌતમને પોતાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

જાણકારી અનુસાર, જેજેપીના બળવાખોર ધારાસભ્ય રામકુમાર ગૌતમને સફીદોથી ટિકિટ મળવાથી નારાજ થઈને બચન સિંહ આર્યએ ચાર લાઈનમાં રાજીનામું લખી પ્રાઈમરી મેમ્બરશીપ પણ છોડવાની જાહેરાત કરી દીધી છે.

આ અગાઉ સિરસા જિલ્લાના રાનિયાથી ધારાસભ્ય રહેલા રણજીત સિંહ ચૌટાલા દ્વારા પણ સૈની કેબિનેટમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. રણજીત સિંહ ચૌટાલા મનોહર લાલ ખટ્ટર અને નાયબ સિંહ સૈની બંનેની સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા હતા. ભાજપ દ્વારા તેમને લોકસભા ચૂંટણીમાં હિસારથી ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. તેમને રાનિયાથી ટિકિટ ઈચ્છી રહ્યા હતા પરંતુ ભાજપે તેમને ટિકિટ ન આપતાં તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી.

ગુડગાંવ વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના નેતા જીએલ શર્મા દ્વારા શુક્રવારના તેમના સમર્થકો સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શર્મા કોંગ્રેસમાં જોડાશે. આ પહેલા ટિકિટના દાવેદાર ભાજપના નેતા નવીન ગોયલે પણ તેમના સમર્થકોની સાથે રાજીનામું આપી દીધું હતું. બાદશાહપુર વિધાનસભા મતવિસ્તારમાંથી રાવ નરબીર સિંહને આપવામાં આવેલી ટિકિટના વિરોધમાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ માર્ચ પણ કાઢવામાં આવી હતી. તેમના દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. ગોયલની સાથે પાર્ટીના 100 થી વધુ અધિકારીઓ અને કાર્યકરોએ પણ પાર્ટી છોડી દીધી હતી.

Share This Article
Leave a comment