BJP છોડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે ભાજપ દ્વારા સાથે-સાથે ભાજપમાં રહી માવજી પટેલને સમર્થન આપનાર અન્ય ચાર લોકોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
તેની સાથે જણાવી દઈએ કે, BJP દ્વારા માવજી પટેલ ને સસ્પેન્ડ કરતા માવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેને લઈને સવાલ જ નથી, ભાજપમાં મારી પાસે કોઈ હોદ્દો રહેલો નથી કે કોઈ પદ રહેલું નથી તેમની રીતે જે કરતા હોય તે કરે, મારી પ્રજા મને સસ્પેન્ડ કરશે તો હું સસ્પેન્ડ થઈશ. બાકી પ્રજા મને જીતાડશે તો મને કોઈ સસ્પેન્ડ કરી શકે નહીં. તેમ છતાં અન્ય ચાર ચોધરી પટેલને પણ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરતા માવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભાજપ જાણે અમે ભોગવશું. જે કર્યું તેના કર્મોના ફળ ભોગવશે, જે વવાશે એ લણશે, એમને જે કર્યું તે એ ભોગવશે જ પ્રજા મારી સાથે રહેલી છે મારી જીત ચોક્કસ થવાની છે.
ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ માવજી પટેલ (અપક્ષ ઉમેદવાર અને બનાસબેન્ક ડિરેક્ટર), લાલજી પટેલ (પૂર્વ ચેરમેન ભાભર માર્કેટયાર્ડ), દેવજી પટેલ (પૂર્વ ચેરમેન જિલ્લા ખરીદ વેચાણ સંઘ), દલરામ પટેલ (ચેરમેન માર્કેટયાર્ડ ભાભર) અને જામાંભાઈ પટેલ (પૂર્વ મહામંત્રી સુઇગામ તાલુકા ભાજપ) નામનો સમાવેશ થાય છે.