સરકારી ટેલિકોમ કંપની BSNL પાસે Jio, Airtel અને Vi કરતાં ઘણા ઓછા યુઝર્સ રહેલા છે. એવામાં BSNL યુઝર્સની સંખ્યા ઘણા સમયથી ઘટી રહી હતી, પરંતુ છેલ્લા થોડા મહિનામાં બીએસએનએલના ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં લાખો યુઝર્સ BSNL ના પ્લેટફોર્મ સાથે જોડાયા છે. તેની પાછળનું મુખ્ય કારણ Jio, Airtel અને Vi દ્વારા ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો રહેલો છે.
પ્રાઇવેટ કંપનીઓ દ્વારા જ્યારથી રિચાર્જ પ્લાન મોંઘા કરવામાં આવ્યા છે ત્યારથી મોબાઈલ યુઝર્સ સસ્તા પ્લાન માટે BSNL ની પસંદગી કરી રહ્યા છે. ટ્રાઈ દ્વારા ટેલિકોમ કંપનીઓના યુઝર્સ અંગેના તાજેતરના આંકડા જાહેર કરાયા છે. TRAI ની લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ઓગસ્ટ મહિનામાં પણ BSNL યુઝર્સની સંખ્યા માં લાખો નો વધારો જોવા મળ્યો છે.
ટ્રાઈના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ટ્રાઈના રિપોર્ટ મુજબ, છેલ્લા બે મહિનામાં BSNL ના યુઝર બેઝમાં ઘણો વધારો જોવા મળ્યો છે. તેની પાછળ સતત સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરવા અને 4G સેવા પર ઝડપથી કામ કરવા જેવા કારણનો સમાવેશ થાય છે. સસ્તા પ્લાનની સાથે BSNL ના લાંબા વેલીડીટી પ્લાનને પણ યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યા છે.
જુલાઈ મહિનામાં BSNL દ્વારા પોતાની સાથે લગભગ 30 લાખ નવા યૂઝર્સ જોડવામાં આવ્યા હતા અને અન્ય તમામ ખાનગી કંપનીઓ ને ગ્રાહકોની બાબતમાં ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ટ્રાઈના રિપોર્ટ મુજબ, ઓગસ્ટ મહિનામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ઓગસ્ટમાં સરકારી ટેલિકોમ કંપની દ્વારા લગભગ 25 લાખ નવા ગ્રાહકો જોડવામાં આવ્યા છે. જો Jio, Airtel અને Vi વિશે વાત કરીએ તો તેનો આ મહિને ખરાબ હાલ રહ્યો હતો.
જિયોએ ઓગસ્ટમાં 40 લાખ યુઝર્સ ઉમેર્યા
જિયોએ ઓગસ્ટમાં લગભગ 40 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. જ્યારે એરટેલ દ્વારા 24 લાખ યુઝર્સને અને વોડાફોન આઈડિયાએ લગભગ 19 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા બાદ કદાચ આ પ્રથમ વખત બન્યું છે કે, જિયો દ્વારા સતત બે મહિનામાં લાખો ગ્રાહકો ગુમાવવામાં આવ્યા છે. તેમ છતાં ગમે તે થાય, Jio હજુ પણ સૌથી વધુ બજાર હિસ્સો ધરાવી રહ્યું છે. ઓગસ્ટના અંત સુધીમાં Jio નો માર્કેટ શેર લગભગ 40.5% રહેલો છે.