BSNL દ્વારા તાજેતરમાં પોતાનો નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના સિવાય કંપની દ્વારા તેની સાત નવી સેવાઓની જાહેરાત કરવામાં આવી હતી. ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા છેલ્લા થોડા મહિનામાં ખાનગી ટેલિકોમ કંપનીઓને સખ્ત ટક્કર આપવામાં આવી રહી છે. જુલાઇમાં ખાનગી કંપનીઓ દ્વારા મોબાઇલ પ્લાન મોંઘા કર્યા બાદ BSNL દ્વારા છેલ્લા બે મહિનામાં 55 લાખથી વધુ નવા યૂઝર્સ જોડવામાં આવ્યા છે. સારી કનેક્ટિવિટી માટે, કંપની દ્વારા દેશભરમાં એક લાખ નવા 4G/5G મોબાઇલ ટાવર લગાવવા માં આવી રહ્યા છે.
500 થી વધુ ફ્રી ચેનલો
દિવાળીના તહેવાર પર BSNL દ્વારા તેના લાખો યુઝર્સને શાનદાર ભેટ આપવામાં આવી છે. કંપની દ્વારા તેના ફાઈબર બ્રોડબેન્ડ યુઝર્સને 500 થી વધુ લાઈવ ટીવી ચેનલો ફ્રીમાં ઓફર કરવામાં આવી છે. કંપની દ્વારા તાજેતરમાં દેશનું પ્રથમ IFTV (ઇન્ટરનેટ ફાઇબર ટેલિવિઝન) લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં યુઝર્સ તેમની પસંદગીની લાઇવ અને પ્રીમિયમ પે-ટીવી ચેનલો પસંદ કરી શકશે. ડિજિટલ ટીવી હોવાના લીધે યુઝર્સને ક્રિસ્ટલ ક્લિયર વીડિયો સ્ટ્રીમિંગ ક્વોલિટી પ્રાપ્ત થવાની છે.
BSNL એ તેના X હેન્ડલ દ્વારા પુષ્ટિ કરતા જણાવવામાં આવ્યું છે કે, તમામ ફાઈબર બ્રોડબેન્ડ યુઝર્સને IFTV નું ફ્રી સબ્સ્ક્રિપ્શન ઓફર કરવામાં આવશે. યુઝર્સ 500 થી વધુ લાઈવ ટીવી ચેનલ અને એક્સક્લુઇવ કોન્ટેન્ટ વગર કોઈ વધારાના ખર્ચ વગર એક્સેસ પ્રાપ્ત કરી શકશે. BSNL ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન ગ્રામીણ વિસ્તારો માં દર મહિને રૂ. 249 અને શહેરી વિસ્તારોમાં રૂ. 329 પ્રતિ મહિનાથી શરૂ થાય છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, દરેક BSNL ભારત ફાઇબર યુઝરને IFTV નું ફ્રી એક્સેસ પ્રાપ્ત થશે.
BSNL દ્વારા પોતાના 365 દિવસ વાળા રિચાર્જ પ્લાન ને સસ્તો કરી દેવામાં આવ્યો છે. દિવાળીની તક પર પોતાના આ રિચાર્જ પ્લાન માં 100 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. યૂઝર્સને આ ઓફરનો લાભ 28 ઓક્ટોબર થી લઈને સાત નવમ્બર ની વચ્ચે લઈ શકે છે. કંપની દ્વારા પોતાના 1,999 રૂપિયાના રિચાર્જ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનમાં યુઝર્સને 365 સુધી કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલિંગ નો લાભ પ્રાપ્ત કરી શકશે. તેની સાથે યુઝર્સને 600 GB ઇન્ટરનેટ ડેટા કોઈપણ ડેલી લિમિટ વગર અને ડેલી 100 ફ્રી SMS નો પણ લાભ પ્રાપ્ત કરી શકશે.