રિચાર્જ પ્લાન ની સમાપ્તિની તારીખ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ગ્રાહકોનું ટેન્શન પણ વધવા લાગે છે. મોંઘા રિચાર્જ પ્લાનમાંથી રાહત મેળવવા માટે કરોડો મોબાઈલ યુઝર્સ સસ્તા પ્લાન ની શોધમાં રહેલા છે. આવી સ્થિતિમાં સરકારી ટેલિકોમ કંપની BSNL દ્વારા ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. મોંઘા પ્લાન થી છૂટકારો મેળવવા માટે BSNL દ્વારા તેની યાદીમાં ઘણા સસ્તા પ્લાન ઉમેરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, Jio, Airtel અને Vi લાંબા વેલીડીટી પ્લાન માટે ગ્રાહકો પાસેથી ભારે ભરખમ ચાર્જ લેવામાં આવે છે. આ જ કારણ છે કે, જ્યારથી ખાનગી કંપનીઓ દ્વારા પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારથી લોકો બીએસએનએલમાં શિફ્ટ થઈ ગયા છે. લાખો વપરાશકર્તાઓની સમસ્યા ઓ ઘટાડવા માટે BSNL દ્વારા યાદીમાં લાંબી વેલીડીટી સાથેના ઘણા પ્લાન ઉમેરવામાં આવ્યા છે. જો તમે સસ્તા પ્લાન માટે BSNL સિમનો ઉપયોગ કરો છો તો અમે તમને એવા પ્લાન વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેમાં તમને 105 દિવસની વેલિડિટી પ્રાપ્ત થાય છે.
BSNL નો શાનદાર રિચાર્જ પ્લાન
BSNL દ્વારા તેના યુઝર્સ માટે તેના પોર્ટફોલિયોમાં રૂ. 666 નો એક શાનદાર રિચાર્જ પ્લાન એડ કરવામાં આવ્યો છે. આ BSNL નો લાંબી વેલિડિટી સાથે નો એક શાનદાર પ્લાન રહેલ છે. આ પ્રીપેડ પ્લાન માં યૂઝર્સને 105 દિવસની લાંબી વેલિડિટી સાથે કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. ફ્રી કોલિંગ ની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળી રહ્યા છે.
BSNL તેના ગ્રાહકોને આ રિચાર્જ પ્લાન માં ભરપુર ઈન્ટરનેટ ડેટા પણ આપી રહ્યું છે. તમને સંપૂર્ણ વેલીડીટી માટે 210 GB ડેટા પણ મળે છે. તેનો અર્થ તમે દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે, આ પ્રાઇસ રેન્જમાં Jio, Airtel અને Vi પાસે આટલી લાંબી વેલિડિટી સાથે કોઈ રિચાર્જ પ્લાન રહેલ નથી.