BSNL એ લોન્ચ કરી આ ખાસ સેવા, સેટ-ટોપ બોક્સ વગર ફ્રીમાં જોઈ શકશો 500 થી વધુ HD ટીવી ચેનલ 

Amit Darji

BSNL દ્વારા તાજેતરમાં મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં દેશની પ્રથમ ફાઈબર બ્રોડબેન્ડ આધારિત ડિજિટલ ટીવી સેવા IFTV ને લોન્ચ કરવામાં આવી હતી. સરકારી ટેલિકોમ કંપની દ્વારા હવે પંજાબમાં પણ આ સેવા શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે BSNL દ્વારા Skypro સાથે ભાગીદારી કરવામાં આવી છે. એવામાં હવે BSNL બ્રોડબેન્ડ ઇન્ટરનેટ યુઝર્સ 500 થી વધુ લાઈવ ટીવી ચેનલો ફ્રીમાં જોઈ શકશે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ તમામ ટીવી ચેનલો યુઝર્સને HD ક્વોલિટીમાં દેખાડવામાં આવશે. એવામાં યુઝર્સને 20 થી વધુ OTT એપ્સનું ફ્રી એક્સેસ પણ મળી જશે.

તમને જણાવી દઈએ કે, Skypro એક ઈન્ટરનેટ પ્રોટોકોલ ટીવી (IPTV) સર્વિસ પ્રોવાઈડર્સ છે જેની ઘણા ઈન્ટરનેટ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે ભાગીદારી રહેલી છે. BSNL ના ચીફ મેનેજિંગ ડિરેક્ટર રોબર્ટ રવિ દ્વારા પંજાબ ટેલિકોમ સર્કલ માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. પહેલા આ સેવા ચંદીગઢના 8,000 BSNL ભારત ફાઈબર બ્રોડબેન્ડ યૂઝર્સને આ સર્વિસ ઓફર કરવામાં આવી રહી છે. ત્યાર બાદ સમગ્ર પંજાબમાં બ્રોડબેન્ડ યૂઝર્સને આ સર્વિસનો લાભ મળવાનો છે. એટલું જ નહીં, BSNL પોતાની આ સર્વિસને જલ્દી જ સંપૂર્ણ દેશના લોકો માટે શરુ કરવાની છે.

Skypro ની આ સ્ટ્રીમિંગ સર્વિસમાં યુઝર્સ Star, Sony, Zee, Colors ના લગભગ તમામ ટીવી ચેનલ ફ્રીમાં જોઈ શકશે. તેના સિવાય SonyLIV, Zee5, Disney+ Hotstar જેવા 20 થી વધુ અગ્રણી OTT પ્લેટફોર્મ નું પણ એક્સેસ પણ પ્રાપ્ત થશે. આ સેવાની ખાસ વાત એ રહેલી છે કે, યુઝર્સ કોઈપણ વગર સેટ-ટોપ બોક્સ વગર તમામ લાઈવ ટીવી ચેનલ નો લાભ પ્રાપ્ત કરી શકશે. તેના માટે યુઝર્સ દ્વારા તેમના સ્માર્ટ ટીવીમાં Skypro ની એપ ઇન્સ્ટોલ કરવી પડશે. BSNL બ્રોડબેન્ડ થી કનેક્ટ થતા જ યૂઝર્સ આ ટીવી ચેનલ નું એક્સેસ પ્રાપ્ત કરી શકશે.

BSNL 4G દેશના આ ગામમાં પહોંચ્યું

ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા તેના એક્સ હેન્ડલ પર જાણકારી આપવામાં આવી છે કે, BSNL દ્વારા દેશના પ્રથમ ગામ પિન વેલી, હિમાચલ પ્રદેશમાં 4G સેવા શરૂ કરી દેવામાં આવી છે. દેશના એવા વિસ્તારોમાં પણ 4G સેવા અપાઈ રહી છે જ્યાં હાલમાં મોબાઈલ નેટવર્ક રહેલ નથી. 4G સેવા લોન્ચ થયા બાદ હવે હિમાચલ પ્રદેશના પિન વેલી ગામના લોકો ઇન્ટરનેટ દ્વારા સંપૂર્ણ દુનિયાથી સરળતા જોડાઈ શકશે.

Share This Article
Leave a comment