પ્રાઈવેટ કંપની ઓ ના રિચાર્જ પ્લાન મોંઘા થવાના કારણે સરકારી ટેલિકોમ કંપની BSNL લોકોની પ્રથમ પસંદગી બની ગયેલ છે. એવામાં કંપની દ્વારા પોતાના ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે અવનવા પ્લાન એડ કરવામાં આવી રહ્યા છે. આ બાબતમાં વધુ એક સમાચાર સામે આવ્યા છે. BSNL દ્વારા તાજેતરમાં ગ્રાહકો માટે એક શાનદાર પ્લાન એડ કરવામાં આવ્યો છે.
જો તમે ઈન્ટરનેટનો ઘણો ઉપયોગ કરો છો અને મોબાઈલ ડેટાથી તમારું કામ પૂર્ણ થઈ શકતું નથી તો BSNL ની ઓફર તમને ખુશ કરી નાખશે. BSNL દ્વારા પોતાની ઓફર્સથી બધાની બોલતી બંધ કરી નાખવામાં આવી છે. સરકારી ટેલિકોમ કંપની દ્વારા તેના ગ્રાહકોને વધુ ડેટાની સાથે પ્લાનમાં OTT સબસ્ક્રિપ્શન અને કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. ચાલો આવો તમને BSNL ના આ બ્રોડબેન્ડ પ્લાન વિશે વિગતવાર જાણકારી આપીએ…
BSNL લાવ્યું શાનદાર ઓફર
BSNL ના જે રિચાર્જ પ્લાન વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે BSNL Fibre Ultra OTT New Plan છે. સરકારી ટેલિકોમ કંપની નો આ સૌથી મોટો અને સૌથી મોટો બ્રોડબેન્ડ પ્લાન રહેલ છે. યાદીમાં સૌથી મોંઘો પ્લાન હોવાને કારણે તેમાં શ્રેષ્ઠ ઓફર્સ પણ આપવામાં આવે છે. આ બ્રોડબેન્ડની માસિક કિંમત 1799 રૂપિયા રહેલી છે. તેમાં ડેટાની હાઈ સ્પીડ પણ મળે છે તેના દ્વારા કોઈ પણ રુકાવટ વગર કરી શકો છો.
BSNL આ પ્લાનમાં યુઝર્સને 300 Mbps ની ઝડપી સ્પીડ આપે છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાન તે લોકો માટે ખૂબ જ શ્રેષ્ઠ છે જેમને અનલિમિટેડ ડેટા જોવે છે કારણ કે BSNL યુઝર્સને દર મહિને કુલ 6500GB ઈન્ટરનેટ ડેટા આપે છે. પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે, જો તમારો 6500 GB ડેટા સમાપ્ત થઈ જશે તો પણ તમે 20Mbps ની સ્પીડથી ડેટાનો વપરાશ કરી શકશો.
ફ્રીમાં મળશે ઘણી OTT એપ્સ
BSNL દ્વારા આ પ્લાનમાં પોતાના યુઝર્સને ડેટાની સાથે ફ્રી OTT એપનું સબસ્ક્રિપ્શન પણ આપે છે. BSNL પોતાના યુઝર્સને Disney + Hotstar, YuppTV Pack (SonyLIV, ZEE5), Lionsgate Play, ShemarooMe અને EpicON નું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે. તેની સાથે યુઝર્સને અનલિમિટેડ લોકલ અને STD કોલિંગની સુવિધા પણ અપાઈ છે. કંપની દ્વારા ગ્રાહકોને કોલ કરવા માટે ફ્રી લેન્ડલાઈન કનેક્શન પણ આપવામાં આવી રહ્યું છે.