BSNL નો એક વર્ષની વેલિડિટી સૌથી સસ્તો પ્લાન, તેના એક રિચાર્જ થી તમારી દરેક સમસ્યાઓ દૂર જઈ થશે 

Amit Darji

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vi એ થોડા મહિના પહેલા પોતાના પોર્ટફોલિયોમાં લગભગ તમામ પ્લાન મોંઘા કરી દેવામાં આવ્યા હતા. મોંઘા રિચાર્જ પ્લાન થી પરેશાન યુઝર્સ દ્વારા BSNL તરફ વળ્યા છે. BSNL દ્વારા આ કંપનીઓ ના ગ્રાહકો ને પોતાની તરફ આકર્ષિત કરવા માટે નવા રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે. સરકારી કંપની દ્વારા પોતાના સસ્તા પ્લાન થી દિગ્ગજ ટેલીકોમ કંપનીઓને સખ્ત ટક્કર આપવામાં આવી રહી છે. એવામાં આજે તમારા માટે BSNL નો એક પ્લાન લઈને આવ્યા છે. BSNL દ્વારા 500 રૂપિયાથી ઓછી કિંમતમાં 150 દિવસની લાંબી વેલીડીટી ઓફર કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, સરકારી ટેલિકોમ એજન્સીના પોર્ટફોલિયોમાં 70 દિવસથી લઈને 105 દિવસ, 150 દિવસ, 130 દિવસ, 160 દિવસ, 180 દિવસ, 200 દિવસ અને એક વર્ષ સુધીના ઘણા શાનદાર રિચાર્જ પ્લાન રહેલા છે. તો આવો જાણીએ BSNL નો સૌથી મજબૂત વાર્ષિક રિચાર્જ પ્લાન…

BSNL દ્વારા તાજેતરમાં આ લિસ્ટમાં 1499 રૂપિયાનો કૂલ રિચાર્જ પ્લાન ને એડ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં તમને ઘણી ઉત્તમ સેવાઓ અપાઈ રહી છે. BSNL દ્વારા આ રિચાર્જ પ્લાન માં 336 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે, જેનો અર્થ એ છે કે, તમે લગભગ સમગ્ર વર્ષ માટે રિચાર્જ ની ઝંઝટ માંથી મુક્ત થઈ જશો. તમે Jio, Airtel અને Vi નેટવર્ક પર 336 દિવસ સુધી ફ્રી કોલિંગ કરી શકશો. BSNL ના આ પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળશે.

- Advertisement -

તેની સાથે આ પ્લાનમાં મળનાર ડેટા બેનિફિટ્સ વિશે વાત કરીએ તો, તેમાં તમને કંપની 336 દિવસ માટે કુલ 24 GB ડેટા ઓફર કરે છે. એવામાં જો તમે એવા યુઝર્સ છો કે, તમારે વધારે ઈન્ટરનેટની જરૂરીયાત નથી તો આ રિચાર્જ પ્લાન તમારા માટે બેસ્ટ હોઈ શકે છે. તેમ છતાં જો તમને વધુ ડેટા ની જરૂરીયાત હોય તો તમે 1999 રૂપિયાનો પ્લાન લઈ શકો છો. BSNL દ્વારા 1999 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને કુલ 6000 GB ડેટા આપવામાં આવે છે.

Share This Article
Leave a comment