ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દ્વારા તેના સસ્તા રિચાર્જ પ્લાનથી Jio, Airtel અને VI ના ટેન્શનમાં વધારો કરી દેવામાં આવ્યો છે. BSNL દ્વારા તેના પોર્ટફોલિયોમાં આવા ઘણા સસ્તા પ્લાન ઓફર કર્યા છે જેમાં ફ્રી કોલિંગ, ડેટા જેમાં શાનદાર ફાયદાઓ રહેલા છે. સસ્તા રિચાર્જ પ્લાનના લીધે Jio Airtel ના લાખો યુઝર્સ BSNL સાથે જોડાઈ ચુક્યા છે.
તાજેતરમાં BSNL દ્વારા તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી કે, જુલાઈ મહિનાથી માત્ર ચાર મહિનામાં 55 લાખથી વધુ નવા યુઝર્સ ઉમેરવામાં આવ્યા છે. જ્યાં પ્લાન મોંઘા હોવાના લીધે Jio Airtel અને Vi ના યુઝર્સ ઘટી રહ્યા છે ત્યારે BSNL માં વધી રહ્યા છે.
જ્યારથી Jio, Airtel અને Vi દ્વારા પોતાના પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારથી BSNL દ્વારા સતત સસ્તા પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે. મોંઘા પ્લાનથી બચવા માટે દ્વારા યુઝર્સ હવે સસ્તા અને લાંબી વેલિડિટી પ્લાન શોધવામાં આવી રહ્યા છે. BSNL દ્વારા આ યાદીમાં એવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે જેનાથી Jio અને Airtelનું ટેન્શન વધી ગયું છે. તેમ છતાં જો તમે BSNL સિમનો ઉપયોગ કરી રહ્યા છો તો આ નવો પ્લાન તમને મોટી રાહત આપશે.
BSNL ના આ પ્લાનને વધાર્યું ટેન્શન
BSNL ના જે રિચાર્જ પ્લાન વિશે અમે વાત કરી રહ્યા છીએ તે 395 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેનો આર્થ તમે આ પ્લાન લો છો, તો તમે એક વર્ષથી વધુ સમય માટે રિચાર્જના ટેન્શન માંથી ફ્રી થઈ જશો. BSNL દ્વારા આ 13 મહિનાના રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગની સેવા આપવામાં આવે છે. તેની સાથે તમને બધા નેટવર્ક્સ માટે દરરોજ 100 મફત SMS પણ અપાય છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાન લેવા માટે તમારે માત્ર 2399 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
BSNLનું નો વધુ બ્રાઉઝીંગ અથવા પછી OTT સ્ટ્રીમિંગ કરનાર માટે ખૂબ જ ખાસ રહેલો છે. તેમાં 395 દિવસો માટે કુલ 790 GB હાઈ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. તમે દરરોજ 2GB સુધી હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકશો. દૈનિક ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ તમને પ્લાનમાં 40Kbps ઇન્ટરનેટ સ્પીડ પ્રાપ્ત થશે. આ પ્લાનમાં BSNL ગ્રાહકોને Hardy Games, Challenger Arena Games, Gameon & Astrotell, Gameium, Zing Music અને WOW Entertainment નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી જશે.