BSNL પહેલા Vi 5G સર્વિસ કરશે શરૂ, Jio-Airtel નું ટેન્શન વધ્યું, જાણો ક્યાંથી થશે શરૂઆત?

Amit Darji

જો તમે તમારા સ્માર્ટફોનમાં વોડાફોન આઈડિયા સિમનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર સામે આવ્યા છે. Vi BSNL પહેલા ભારતીય યુઝર્સ માટે 5G સેવા શરૂ કરી શકે છે. Vi દ્વારા 5G સેવા શરૂ કરવા માટે સમયરેખા નક્કી કરાઈ છે. Vi મુજબ ભારતમાં યુઝર્સને માર્ચ 2025 માં હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળવાની શરૂઆત થશે.

Viના જણાવ્યા અનુસાર, તેની 5G સેવા સૌથી પહેલા દિલ્હી અને મુંબઈ શહેરોમાં શરૂ કરાશે. તાજેતરમાં Vi દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, માર્ચ 2025 સુધીમાં દેશના લગભગ 17 સર્કલમાં 5G સેવા શરૂ કરવામાં આવશે. જો Vi ની 5G સેવા નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં શરૂ થાય છે તો તે BSNL માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, BSNL દ્વારા આ સમયે 4G નેટવર્કને રિપેર કરવા પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. સરકારી ટેલિકોમ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે તેના 4G ટાવર્સને એવી રીતે ડિઝાઇન કરી રહી છે કે, તેનો 5G નેટવર્ક માટે પછીથી સરળતાથી ઉપયોગ કરી શકાય. BSNL પાસે 5G લાગુ કરવા માટે હજુ ઘણો સમય રહેલો છે પરંતુ જો Vi માર્ચમાં 5G સેવા શરૂ કરે છે તો પછી યુઝર્સએ મોંઘા પ્લાનને ટાળવા માટે Vi પર શિફ્ટ થઈ શકે છે.

કેટલાક રિપોર્ટ્સમાં એવું સામે આવી રહ્યું છે કે, Vi ના 5G નેટવર્કની સ્પીડ Jio અને Airtel કરતા ઓછી હોઈ શકે છે. પરંતુ, VI નું કહેવું છે કે, તે ઇન્ડસ ટાવર્સ, એટીસી અને ટાવર વિઝન સાથે મળીને પોતાના કામને આગળ વધારી રહ્યું છે એવામાં યુઝર્સને કોઈ પણ નેટવર્ક ક્વોલોટીનો સામનો કરવો પડશે નહીં.

Share This Article
Leave a comment