BSNL નો 395 દિવસ નો પ્લાન મચાવી રહ્યો છે તબાહી, જેમાં મળી રહ્યા છે અનેક ફાયદાઓ…

Amit Darji

BSNL દ્વારા દેશના ઘણા શહેરોમાં પોતાની 4G સેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જ્યારે, સરકારી ટેલિકોમ કંપની પણ હવે 5G માટે તૈયારી કરી રહ્યું છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ ના વધતા મોબાઇલ ટેરિફને ધ્યાનમાં રાખીને છેલ્લા થોડા દિવસોમાં લાખો યુઝર્સ તાજેતરમાં તેમના નંબર BSNL પર પોર્ટ કર્યા છે. સરકારી ટેલિકોમ કંપની તેની સેવાની ગુણવત્તા સુધારવામાં વ્યસ્ત રહેલા છે અને હજારો નવા મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે.

પોતાના નેટવર્કને અપગ્રેડ કરવાની સાથે BSNL દ્વારા હવે ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ, Jio અને Vi ના પ્રીપેડ પ્લાનને પડકાર આપવામાં આવી રહ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે 395 દિવસની વેલિડિટી સાથેનો એક શાનદાર રિચાર્જ પ્લાન રહેલો છે જેમાં યુઝર્સને ફ્રી કોલિંગ, ડેટા સહિત ઘણા ફાયદા અપાઈ રહ્યા છે.

માત્ર BSNL પાસે 13 મહિના ની વેલિડિટી સાથે નો પ્લાન રહેલો છે. અન્ય કંપની ઓ પાસે 365 દિવસની મહત્તમ માન્યતા સાથેના પ્લાન રહેલા છે. BSNL ના આ પ્લાનની ખાસ વાત એ છે કે, તેના માટે યુઝર્સને દરરોજ સાત રૂપિયા થી ઓછો ખર્ચ કરવો પડે છે.

BSNL નો 395 દિવસ નો પ્લાન

BSNL નો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2,399 રૂપિયામાં આવે છે તેનો અર્થ છે કે, તમારે દરરોજ લગભગ 6.57 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ પ્લાન ની વેલિડિટી 395 દિવસની રહેલી છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાન માં ઉપલબ્ધ લાભો વિશે વાત કરીએ તો, યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ નો લાભ પ્રાપ્ત થશે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા નો લાભ પ્રાપ્ત થશે. ત્યાર પછી યુઝર્સને 40kbps ની સ્પીડ પર અનલિમિટેડ ઇન્ટરનેટનો લાભ મળી જશે.

ભારત સંચાર નિગમ લિમિટેડના આ પ્રીપેડ પ્લાન માં દરરોજ 100 ફ્રી SMS નો લાભ પ્રાપ્ત થાય છે. તેના સિવાય BSNL તેના લાંબા વેલિડિટી રિચાર્જ પ્લાન માં ઘણી વેલ્યુ એડેડ સેવાઓ (VAS) નો લાભ પણ આપી રહી છે. તેમાં યુઝર્સને Hardy Games, Arena Games, Zing Music, Wow Entertainment, BSNL Tunes વગેરેનું ફ્રીમાં સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

 

Share This Article
Leave a comment