BSNL એ ખાનગી ટેલિકોમ કંપનીઓને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે. સરકારી ટેલિકોમ કંપની ને પુનર્જીવિત કરવા માટે કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. BSNL દ્વારા નવો લોગો અને સ્લોગન 22 ઓક્ટોબર મંગળવારના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. તેની સાથે સાત નવી સેવાઓ પણ શરૂ કરાઈ છે. BSNL ની 4G અને 5G સેવાઓ માટે એક લાખ નવા મોબાઈલ ટાવર લગાવી રહ્યા છે. એટલું જ નહીં, કંપની દ્વારા તેના લાખો યુઝર્સને ખુશ કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે, નજીકના ભવિષ્યમાં રિચાર્જ પ્લાન મોંઘો કરવામાં આવશે નહીં.
BSNL દ્વારા પોતાના યુઝર્સને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવ્યા છે. સરકારી ટેલિકોમ કંપની પાસે એક એવો જ સસ્તો પ્લાન રહેલો છે તેના માટે યુઝર્સને સમગ્ર મહિનામાં 140 રૂપિયા થી ઓછો ખર્ચ કરવો પડશે નહીં. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની રહેલી છે એટલે કે સમગ્ર એક વર્ષ માટે રિચાર્જનું કોઈ ટેન્શન રહેશે નહીં. વધુમાં જણાવી દઈએ કે, આ પ્રીપેડ રિચાર્જ પ્લાન માં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ, ફ્રી SMS અને ઇન્ટરનેટ ડેટા જેવા ફાયદા પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
365 દિવસ નો સસ્તો પ્લાન
ભારત સંચાર નિગમ લિમિટેડ નો આ રિચાર્જ પ્લાન 1,499 રૂપિયાનો રહેલો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે અને તેમાં યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ નો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. તેના સિવાય આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ મળી રહ્યો છે. BSNL ના આ પ્રીપેડ રિચાર્જ પ્લાન માં, યુઝર્સને કુલ 24 GB હાઈ સ્પીડ ડેટા નો લાભ મળી રહ્યો છે, તેના ઉપયોગ માટે કોઈ દૈનિક લીમીટ નક્કી કરવામાં આવી નથી.
BSNL નો આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જે વધારે ડેટાનો ઉપયોગ કરતા નથી અને કોલિંગ માટે તેમના નંબરનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ સેકન્ડરી કનેક્શન માટે BSNL નંબરનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો આ તમારા માટે બેસ્ટ પ્લાનમાંથી એક રહેલ છે. ખાનગી કંપનીઓ દ્વારા Airtel, Jio અને Vi તેમનો સૌથી સસ્તો એક વર્ષનો પ્લાન 1,899 રૂપિયાથી ઓછામાં ઓફર કરવામાં આવી રહ્યો નથી.