ઈઝરાયેલ-ઈરાનની જંગમાં China ની એન્ટ્રી, લેબનોનને આપશે આ મોટી મદદ…

Amit Darji

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધી જંગની આશંકા વચ્ચે હવે China એ પણ એન્ટ્રી મારી લીધી છે. ચીનની અધિકૃત વિદેશી સહાયતા એજન્સી, ચાઈના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એજન્સી દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, ચીન દ્વારા યુદ્ધગ્રસ્ત લેબનોનને ઈમરજન્સી ચિકિત્સા આપૂર્તિ કરવામાં આવશે. જ્યારે લેબનોનમાં ઈઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહ પર હુમલા વધારવામાં આવ્યા છે. હિઝબુલ્લાહ દ્વારા પણ સોમવારના ઈઝરાયેલના હાઈફા શહેરમાં 100 થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ચીનની આ સરકારી એજન્સીના પ્રવક્તા લી મિંગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં જ જંગ વધાર્યા બાદ લેબનોનમાં અનેક વિસ્તારો પર વિસ્ફોટો અને હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. તેના લીધે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત પણ થયા છે. એવામાં લેબનોન સરકારની ભલામણ પર ચીની સરકાર દ્વારા લેબનોન સ્વાસ્થ્ય સુવિધામાં મદદ કરવા માટે ઈમરજન્સી માનવીય ચિકિત્સા આપૂર્તિ પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીન દ્વારા આ અગાઉ પણ લેબનોનને મદદ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું.

વધુમાં જણાવી દઈએ કે, ગયા મહિને ચીનના વિદેશમંત્રી વાંગ યી દ્વારા લેબનોનના વિદેશમંત્રી અબ્દુલ્લા હબીબ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને સમર્થનની ખાતરી આપવામાં આવી હતી. આ દરમિયાન ચીની વિદેશ મંત્રી દ્વારા ઈઝરાયેલી પેજર હુમલાની ટીકા પણ કરવામાં આવી હતી. ચીન દ્વારા તે વખતે જણાવવામાં આવ્યું હતું કે, સ્થિતિ ભલે ગમે તે હોય પરંતુ તે પોતાના અરબ ભાઈઓની પડખે ઉભા રહેશે. ચીન દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, મિડલ ઈસ્ટમાં સમસ્યાઓનો અંત જંગથી આવશે નહીં.

તેની સાથે હમાસના હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. ઈઝરાયેલ દ્વારા ગાઝાની સાથે-સાથે લેબનોનમાં પણ તીવ્ર હુમલા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. યુદ્ધનું કેન્દ્ર હવે ઉત્તર લેબનોન તરફ થયું છે જ્યાં ઈઝરાયેલી સેના દ્વારા હિઝબુલ્લાહની સાથે જંગ લડવામાં આવી રહી છે. ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ દ્વારા 8 ઓક્ટોબરના રોજ હમાસના સમર્થનમાં ઈઝરાયેલ પર હુમલા કરવાની શરૂઆત કરી હતી.

 

Share This Article
Leave a comment