હરિયાણા ચૂંટણી સમયે રાજકીય પક્ષો જીત પ્રાપ્ત કરવા માટે સતત નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં Congress ના વધુ એક દાવાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર અંગે મોટો ખુલાસો કરતાં જણાવવામાં આવ્યું છે કે, હરિયાણાના મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા બાદ ખટ્ટર દ્વારા કોંગ્રેસ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બીજી તરફ હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. ખટ્ટર દ્વારા લોકસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી પદ છોડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ નાયબ સિંહ સૈનીને રાજ્યની કમાન સોંપાઈ હતી.
જાણકારી અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડા દ્વારા દાવો કરતા જણાવવામાં આવ્યું છે કે, ખટ્ટર મુખ્યમંત્રી પદ પરથી દૂર થયા બાદ તેમણે કોંગ્રેસ નો સંપર્ક કર્યો હતો. ખટ્ટર ને પદ પરથી દૂર કરવામાં આવતા તેમને ખૂબ દુઃખ થયું હતું અને તેમણે કેટલાક સાથીદારો સાથે કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરતો સંદેશ મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેમને પક્ષમાં જોડવા શક્ય નહોતા.
તેની સાથે તે પણ એક સવાલ છે કે, ખટ્ટર ને નવ વર્ષથી વધુ સમય સુધી મુખ્યમંત્રી તરીકે કમાન સોંપવામાં આવ્યા બાદ તેમને અચાનક પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યા અને હવે પોસ્ટર માંથી તેમનો ચહેરો પણ ગુમ થઈ ગયેલ છે. પવન ખેડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભાજપના નેતૃત્વ સમક્ષ આ મુદ્દે ચર્ચા કરવાની બાકી રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘણી વખત વિદેશી મહેમાનોથી ભારતની ગરીબી છુપાવવામાં આવે છે અને ખટ્ટરના કિસ્સામાં પણ એવું જ રહેલ છે.
આ સિવાય પવન ખેડા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ વખતે ખટ્ટરની નિષ્ફળતા છુપાવવાથી હરિયાણાના લોકોનો ગુસ્સો શાંત થશે નહીં. મતદારો એટલા ગુસ્સામાં રહેલા છે કે, જ્યારે તેઓ EVM બટન દબાવશે તો મશીન જ તૂટી જવાનો ભય રહેલો છે. ખટ્ટર દ્વારા કથિત રીતે તેમના જ પક્ષના ઉમેદવારોને હરાવવા માટે કામ કરવામાં આવી રહ્યું હતું.. અમે જાણીએ છીએ કે, કોણ એકબીજાને હરાવવાનું કાવતરું ઘડી રહ્યું હતું. ટિકિટની અંતિમ યાદી જાહેર થાય ત્યાં સુધી ભાજપના એક વરિષ્ઠ નેતા સંપર્કમાં રહેલા હતા, પરંતુ તેમ થઈ શક્યું નહોતું.