રાજ્યમાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવે ફરી વરસાદને લઈને મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વધુ એક વાવાઝોડું આવવાની શક્યતા રહેલી છે. બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન થવાની શક્યતા રહેલી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ ચક્રવતી તોફાન ત્રાટકવાનું છે અને આ દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સોમવાર સુધીમાં લો પ્રેશર વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા રહેલી છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 22મી ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવવાનું છે અને 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ તેવી શક્યતા રહેલી છે.
જ્યારે સિસ્ટમની અસરના લીધે દરિયાની સ્થિતિ ખરાબ રહેવાની છે. આજે ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે અને સાંજ સુધીમાં પવનની ઝડપ વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે.
તેની સાથે વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 24 ઓક્ટોબરની રાત્રીના 25 ઓક્ટોબરની સવાર સુધી આ પવનો ધીમે-ધીમે વધીને 100-110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે અને પછી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની શક્યતા છે. તેની સાથે જ આ સમયે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ રહેવાનો છે. આ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓને ઓરેન્જ એલર્ટ પર આપવામાં આવેલ છે. ત્યાં આજે 21 ઓક્ટોબરના ભારે વરસાદની શક્યતા રહેલી છે. તમિલનાડુ, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણના વિસ્તારોમાં અન્ય રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.