ઉત્તર પ્રદેશ (UP) થી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેર માં શટરિંગ નો ધંધો કરનાર રિયાઝુદ્દીન ના ઘરમાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ સહિત છ લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
તેની સાથે ઘટનાની જાણકારી મળતા જ એસપી સિટી અને એસડીએમ સીઓ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા છે. જ્યારે ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. તેની સાથે જેસીબીની મદદથી કાટમાળ હટાવવાના પ્રયાસો કરાઈ રહ્યો છે. જ્યારે આશાપુરી કોલોની, ગુલાવતી રોડ, સિકંદરાબાદમાં આ અકસ્માત સર્જાયો હતો.
આ મામલામાં ડીએમ સીપી સિંહ દ્વારા જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે, સિલિન્ડર વિસ્ફોટ ના લીધે શટર નું કામ કરતા રિયાઝુદ્દીન નું ઘર ધરાશાયી થઈ ગયું હતું. જાણકારી સામે આવી છે કે, પરિવારમાં 17 થી 18 લોકો રહી રહ્યા હતા તેમાંથી આઠ ઈજાગ્રસ્ત ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, બુલંદશહરના ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આશાપુરી કોલોનીમાં ગઈ રાત્રીના 8 વાગ્યાની આજુબા સિલિન્ડર બ્લાસ્ટ સર્જાયો હતો. ઘરમાં 18-19 લોકો રહેલા હતા. અહીંથી આઠ લોકોને બચાવી લેવાયા હતા, જેમની હાલત ખૂબ જ ગંભીર રહેલી હતી. ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ વિભાગની ટીમ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, મેડિકલ ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી છે. આ ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી દ્વારા પોલીસ પ્રશાસનને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. છે. વિસ્ફોટના લીધે તપાસ હાથ ધરવામાં આવી છે.
તેની સાથે અકસ્માત બાદ ડી એમ સી પી સિંહ દ્વારા પહેલા પાંચ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર રહેલી હતી. તેમ છતાં બાદમાં મૃત્યુઆંક છ પર પહોંચી ગયો હોવાનું સામે આવ્યું હતું. હાલમાં આ ઘટના એલપીજી સિલિન્ડર છે કે ઓક્સિજન સિલિન્ડરની તપાસ હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ, પાલિકાની ટીમ અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળ પર હાજર રહેલી છે.