તોરણીયા ગામે આચાર્ય દ્વારા બાળકીની હત્યાના મામલે દાહોદના સાંસદ Jashwantsinh Bhabhor નું મોટું નિવેદન

Amit Darji

કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં થોડા સમય પહેલા મહિલા તબીબ સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. તેના વિરોધમાં રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ટ્વીટ કરીને આ ઘટનાને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે દાહોદમાં માત્ર છ વર્ષની બાળકી પર આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને બાદમાં હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતી. તેના પર હજુ સુધી કોઈ ટ્વીટ કરાઈ નથી. ત્યારે આવી સ્થિતિમાં આ મામલામાં દાહોદના સાંસદ Jashwantsinh Bhabhor દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 19 તારીખના રોજ આ ઘટના ઘટી હતી અને 21 તારીખના રોજ પીડિત પરિવારજનોથી મે મુલાકાત કરી હતી.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં અમેરિકામાં આપેલા અનામતના મુદ્દે આપેલા નિવેદનને લઈને દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતમાં અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના નેતાઓ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવ્યું હતું. તે દરમિયાન દાહોદના સાસંદને જ્યારે દુષ્કર્મ મામલે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું.

ત્યાર બાદ તોરણી ગામમાં આચાર્ય દ્વારા બાળકીની હત્યા ના બાબતમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા આ સમગ્ર મામલે સખ્ત પગલાં ભરવામાં આવશે. કોઈપણ આરોપી હશે તેને છોડવામાં આવશે નહીં. ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવીને કાર્યવાહી કરાશે. જ્યારે ખૂબ દુઃખ સાથે આ ઘટનાને અમે વખોડીએ છીએ. જ્યારે દાહોદ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને ફરીથી પરિવારજનોની મુલાકાતે જવાના છીએ.

તમને જાણવી દઈએ કે, દાહોદ જિલ્લાના પીપળીયા ગામની પાસે આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિની દ્વારા ધોરણ-1 માં એડમિશન લેવામાં આવ્યું હતું. નિયતક્રમ અનુસાર 19 સપ્ટેમ્બર સવારના 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા માટે નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં તે ઘરે પરત આવી નહોતી. તેના પરિવાર ચિંતામાં મુકાઇ ગયો અને તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનો દ્વારા તપાસ કરવા આવતા તે તોયણી પ્રાથમિક શાળાએ ગયા હતા. પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાના લીધે તેઓ દિવાલ કૂદીને અંદર ગયા હતાં. ત્યાર તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી હતી. દીકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોમાં આઘાત પસરી ગયો હતો. ત્યાર બાદ પરિવારજનો દ્વારા વિદ્યાર્થિનીને લઇને દવાખાને ગયા પરંતુ તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

 

Share This Article
Leave a comment