IPL 2025 ખેલાડી રિટેન્શનની જાહેરાત SRH ને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીઓએ છોડ્યો ટીમનો સાથ

Amit Darji

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે વર્ષ 2025 માં રમાવનારી આઇપીએલની 18 મી સિઝન માટે તમામ ફ્રેન્ચાઇઝી તેમના રિટેન કરાયેલા ખેલાડીઓને લઈને રણનીતિ બનાવી રહી છે ત્યારે કેટલાક દ્વારા તેમના કોચિંગ સ્ટાફમાં ફેરફારની જાહેરાત પણ કરવામાં આવી છે. આ દરમિયાન IPL 2024 માં સનરાઈઝર્સ હૈદરાબાદ  (SRH) ટીમ માટે ફાસ્ટ બોલિંગ કોચની ભૂમિકા ભજવનાર ડેલ સ્ટેન દ્વારા એક મોટો નિર્ણય લઈને ટીમમાંથી વિદાય લેવાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ડેલ સ્ટેન દ્વારા આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી, જેમાં તેમના દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, તે IPL 2025 માટે આવવા નથી.

ડેલ સ્ટેનને ડિસેમ્બર 2021 માં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા તેમની ટીમના ઝડપી બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના દ્વારા સતત ત્રણ સીઝન સુધી આ જવાબદારી નિભાવવામાં આવી હતી. છેલ્લી IPL સિઝનમાં ડેલ સ્ટેન દ્વારા હૈદરાબાદ ટીમના નવા કેપ્ટન પેટ કમિન્સ સાથે કામ કરવામાં આવ્યું હતું, જેમાં ટીમ ફાઇનલમાં પહોંચવામાં પણ સફળ રહી હતી. ડેલ સ્ટેન, પોસ્ટ કરતા સમયે જણાવ્યું છે કે, હું IPL 2025 માટે પરત આવવાનો નથી. તેમ છતાં હું સાઉથ આફ્રિકામાં SA20 માં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. બે વખત SA20 જીતનાર સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ સતત ત્રીજી વખત ટ્રોફી જીતવાનો પ્રયત્ન કરશે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ દ્વારા વર્ષ 2024માં રમાયેલી IPL સિઝન પહેલા તેના કોચિંગ સ્ટાફમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં ડેનિયલ વેટ્ટોરીને નવા મુખ્ય કોચ તરીકે નિમણુક કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેમણે ડેલ સ્ટેનને બોલિંગ કોચ તરીકે જાળવી રાખ્યા હતા. હવે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ પદ પર કોને નિયુક્ત કરે છે તેના પર બધાની નજર રહેશે.

 

Share This Article
Leave a comment