Patanjali આયુર્વેદ અને બાબા રામદેવ ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેના હર્બલ ટૂથ પાઉડર દિવ્ય દંત મંજનમાં માંસાહારી તત્વો છે અને તેને શાકાહારી તરીકે ખોટી રીતે બ્રાંડ કરવામાં આવી છે. કોર્ટ દ્વારા પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને નો
જસ્ટિસ સંજીવ નરુલા દ્વારા કેન્દ્ર સરકાર અને પતંજલિની દિવ્યા ફાર્મસીને પણ નોટિસ ફટકારવામાં આવી છે, તેના દ્વારા ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવે છે. કેસની આગામી સુનાવણી 28 નવેમ્બરના કરવામાં આવશે.
એડવોકેટ યતિન શર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પતંજલિના દિવ્ય દંત મંજનના પેકેજિંગ પર એક વિશિષ્ટ લાલ ટપકું રહેલું છે, જે શાકાહારી ઉત્પાદનોનું પ્રતીક રહેલ છે. પરંતુ પેકેજિંગ પર સામગ્રીની યાદીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, ટૂથપેસ્ટ પાવડરમાં સેપિયા ઓફિસિનાલિસ (ખારા પાણીમાં રહેનાર કટલફિશ) રહેલ છે.
અરજદાર દ્વારા દલીલ કરતા જણાવવામાં આવ્યું છે કે, આ ખોટી બ્રાન્ડિંગ છે અને રામદેવ અને અન્ય લોકો પણ ઉત્પાદનને શાકાહારી તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે. શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટનું ઉલ્લંઘન રહેલ છે.