હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ફરી બહાર આવશે ડેરા પ્રમુખ Ram Rahim ! ઈમરજન્સી અને અગત્યના કારણો દર્શાવીને પેરોલ માંગ્યા

Amit Darji

સિરસા ડેરા પ્રમુખ Ram Rahim ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા સિરસા ડેરા પ્રમુખ રામ રહીમ દ્વારા હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા પેરોલ માંગવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી પહેલા 20 દિવસની પેરોલ માંગવામાં આવ્યા છે.

હરિયાણાના રાજકીય જાણકારો મુજબ, રામ રહીમ ભલે છેલ્લા ઘણા લાંબા સમયથી જેલમાં રહેલા હોય પરંતુ 4 જિલ્લાની લગભગ 30 થી વધુ બેઠકો પર તેનો પ્રભાવ રહેલો છે. એવામાં ચૂંટણી પંચ દ્વારા હરિયાણા સરકારને પૂછવામાં આવ્યું કે, એવી તો શું ઇમરજન્સી આવી ગઇ છે કે, રામ રહીમને આ સમયે 20 દિવસ માટે પેરોલની જરૂરીયાત ઉભી થઈ છે.

તમને જણાવી દઈએ કે, દુષ્કર્મ કેસમાં દોષી રામ રહીમને ગત મહિને જ 13 ઓગસ્ટના રોજ 21 દિવસની ફરલો મળેલી હતી. ત્યાર બાદ રામ રહીમે ફરી પેરોલની અરજી દાખલ કરવામાં આવી છે. આ 11 મી વખત છે જ્યારે રામ રહીમ દ્વારા પેરોલ માંગવામાં આવ્યા હોય. રામ રહીમને મળી રહેલા પેરોલ પર કેટલીક વખત સવાલ પણ ઉભા થયેલા છે. આ વખતે ઇમરજન્સી પેરોલની માંગ કરી છે પરંતુ આ વખતે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં નિયમ મુજબ, હરિયાણા સરકારના જેલ વિભાગ દ્વારા રામ રહીમને પેરોલની અરજી હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે મોકલી દેવામાં આવી છે.

તેની સાથે હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્ય સરકારને રામ રહીમના પેરોલને લઇને સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પૂછવામાં આવ્યું છે કે, અંતે શું ઇમરજન્સી આવી ગઇ છે કે રામ રહીમ દ્વારા 20 દિવસના પેરોલ માંગવામાં આવ્યા છે? હરિયાણા સરકાર દ્વારા અત્યાર સુધી ચૂંટણી પંચના સવાલોનો જવાબ આપવામાં આવ્યો નથી. હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી થવાની છે તેની તૈયારી લગભગ પૂર્ણ થઇ ગયેલ છે. બીજી તરફ રાજકીય પાર્ટી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, રામ રહીમ આ સમયે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. રામ રહીમને બે શિષ્યા સાથે દુષ્કર્મ અને એક પત્રકારની હત્યાના ગુનામાં સપ્ટેમ્બર 2017 માં 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. રામ રહીમ ત્યાર બાદ 200 દિવસથી વધુ સમય જેલની બહાર પસાર કરી ચુક્યો છે તેને લઇને પણ સવાલ ઉભા થયેલા છે.

 

Share This Article
Leave a comment