શ્રીલંકાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન Dinesh Chandimal દ્વારા ગુરુવારના ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દેવામાં આવ્યું હતું. તેની સાથે તેમને પોતાના જ દેશના સનથ જયસૂર્યાના મોટા રેકોર્ડની પણ બરાબરી કરી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી બે મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ ગાલેમાં રમાઈ રહી છે. ગુરુવારના મેચના બીજા દિવસે, અનુભવી ખેલાડીએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા પ્રથમ દિવસે Dinesh Chandimal ની સદીની મદદથી 90 ઓવરમાં ત્રણ વિકેટે 306 રન બનાવ્યા હતા. ગાલે મેદાન પર શ્રીલંકાના બેટ્સમેને ફટકારેલી આ છઠ્ઠી ટેસ્ટ સદી રહેલી છે. અત્યાર સુધી આ મેદાન પર રમાયેલી 22 મેચોમાં ચાંદીમલ દ્વારા 59.51 ની એવરેજથી 1726 રન બનાવવામાં આવ્યા છે. તેમના નામે છ સદી અને સાત અડધી સદી રહેલી છે.
34 વર્ષીય બેટ્સમેને ન્યૂઝીલેન્ડ સામે 208 બોલનો સામનો કર્યો અને 15 ચોગ્ગાની મદદથી 116 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ મેચમાં તેમણે કારકિર્દીની 16 મી ટેસ્ટ સદી ફટકારી હતી. તેની સાથે તેમણે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યાની બરાબરી કરી લીધી હતી. વાસ્તવમાં સનથ જયસૂર્યાએ 45 વખત પચાસથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 110 મેચમાં 45 વખત પચાસથી વધુ રન બનાવ્યા હતા. આ મેચના બીજા દિવસે Dinesh Chandimal દ્વારા 45 મી વખત 50 થી વધુ રન બનાવવામાં આવ્યા હતા. તેણે માત્ર 84 મેચમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જ્યારે શ્રીલંકા માટે સૌથી વધુ 50 પ્લસ સ્કોર કરવાનો રેકોર્ડ કુમાર સંગાકારા (90) ના નામે રહેલો છે. જ્યારે, મહેલા જમહેલા જયવર્દને 84, એન્જેલો મેથ્યુઝે 59 અને દિમુથ કરુણારત્ને 55 વખત 50 થી વધુ રન બનાવ્યા છે. બે મેચની સીરીઝમાં યજમાન ટીમ 1-0 થી આગળ રહેલ છે.