ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન Dinesh Karthik એ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને કેપ્ટનશિપ સોંપવાના સવાલ પર આશ્ચર્યચકિત જવાબ આપવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમતા સમયે જસપ્રીત બુમરાહ માટે કેપ્ટનશિપ સંભાળવી મુશ્કેલ હશે. ભારતીય બોલર દ્વારા ટેસ્ટ અને ટી-20 ટીમમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. તેમના નેતૃત્વમાં ભારત દ્વારા આયર્લેન્ડ સામેની સીરીઝ 2-0 થી જીત પ્રાપ્ત કરી હતી.
વાસ્તવમાં, તાજેતરમાં જ રોહિત શર્મા દ્વારા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ શુભમન ગિલ ને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટી મની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. જ્યારે શ્રીલંકા પ્રવાસ પર સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન ની શોધ કરી રહ્યા છે. આ દરમિયાન જસપ્રીત બુમરાહને કેપ્ટનશિપ આપવાના સવાલ પર દિનેશ કાર્તિક દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું.
જસપ્રીત બુમરાહને કેપ્ટનશીપ સોંપવાના પ્રશ્ન પર દિનેશ કાર્તિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પસંદગીકારો માટે સૌથી મોટો પ્રશ્ન એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, ઝડપી બોલર રમત ના તમામ ફોર્મેટમાં સતત રમવા માટે ફિટ રહેલ છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપરની આ વાત પર સંમતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ઝડપી બોલર માં મહાન કેપ્ટન બનવાના તમામ ગુણો રહેલા છે. દિનેશ કાર્તિક દ્વારા કહેવામાં આવ્યું છે કે, “બધું બરાબર છે… તે શાંત અને પરિપક્વ રહેલ છે, પરંતુ તે ઝડપી બોલર છે, તો અમે તેને ત્રણેય ફોર્મેટમાં કેવી રીતે રમી શકે છે? પસંદગીકારો સમક્ષ આ સૌથી મોટો સવાલ રહેવાનો છે.”
દિનેશ કાર્તિક નું માનવું છે કે, જસપ્રીત બુમરાહ જેવા ફાસ્ટ બોલર માટે તેની ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ રહેલ છે. તેમને મહત્વની મેચોમાં રમવાની તક આપવી જોઈએ. કાર્તિકે વધુમાં જણાવ્યું કે, “જસપ્રીત બુમરાહ જેવા ફાસ્ટ બોલર માટે તેની ફિટનેસ પર નજર રાખવાની અને એક ખેલાડી તરીકે તેને સુરક્ષિત રાખવાની જરૂરીયાત છે. તેમને માત્ર મહત્વની મેચોમાં જ રમવાની તક આપવી જોઈએ. જસપ્રીત બુમરાહ કોહિનૂર હીરા ની જેમ છે. આપણે તેમની સુરક્ષા કરવી પડશે, તેનો ખ્યાલ રાખવો પડશે અને આ સુનિશ્વિત કરવો પડશે કે, તે લાંબા સમય સુધી ટક્યા રહે.”