અમેરિકા પ્રેસિડન્ટ ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. Donald Trump દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રાપ્ત જીત પ્રાપ્ત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જીત માટે જરૂરી 270 વોટનો આંકડો પાર કરી લેવામાં આવ્યો છે અને તેમને 277 ઈલેક્ટોરલ વોટ પ્રાપ્ત કર્યા છે.
તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી દ્વારા અમેરિકાના 47 મા પ્રેસિડન્ટ તરીકે શપથ લેવામાં આવશે. ત્યાં સુધી હાલના પ્રેસિડન્ટ જો બાયડન દ્વારા સરકાર ચલાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પને 277 અને કમલા હેરિસને 244 ઈલેક્ટોરલ વોટ પ્રાપ્ત થયા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે.
તેની સાથે ઈલેક્ટોરલ કોલેજ એવી સિસ્ટમ છે જેમાં ઉમેદવારને ઓછા મત પ્રાપ્ત થાય તો પણ તે જીત પ્રાપ્ત કરી શકે છે. જ્યારે પાંચ પ્રમુખ એવા છે જેઓ ઓછા વોટ પ્રાપ્ત કર્યા હોવા છતાં જીત્યા છે. જેમાં 2016 માં નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રહેલા હતા. તેમને હિલેરી ક્લિન્ટન કરતા 28 લાખ ઓછા મત પ્રાપ્ત થયા હતા તેમ છતાં પણ તેઓ રાષ્ટ્રપતિ બની ગયા હતા. તેમ છતાં ટ્રમ્પ ઈલેક્ટોરલ કોલેજમાં ફાવી ગયાં કારણ કે ટ્રમ્પ દ્વારા ઈલેક્ટોરલ કોલેજમાં 306 અને હિલેરી ક્લિન્ટનને 232 વોટ પ્રાપ્ત થયા હતા.
તમને જણાવી દઈએ કે, ઈલેક્ટોરલ કોલેજ વોટ કુલ 538 રહેલા છે અને બહુમતીનો જાદુઈ આંકડો 270 રહેલો છે. એટલે જે ઉમેદવારને 270 ઈલેક્ટોરલ કોલેજ વોટ પ્રાપ્ત થાય તે પ્રેસિડન્ટ બને છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિને બનાવવામાં સાત રાજ્યોના મોટો ફાળો રહેલો છે જેમાં એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સીનનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ 19 પેન્સિલવેનિયા ઈલેક્ટોરલ કોલેજ રહેલ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જીત બાદ કહેવામાં આવ્યું છે કે, હું અમેરિકન લોકોના અસાધારણ સન્માન માટે આભાર વ્યક્ત કરું છું. ફ્લોરિડાના પામ બીચ માં પોતાના સમર્થકોને સંબોધતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, હું તમારા, તમારા પરિવાર અને તમારા ભવિષ્ય માટે દરરોજ લડતો રહીશ. હું મારા શરીરના દરેક શ્વાસ સાથે તમારા માટે લડતો રહીશ. જ્યારે જ્યાં સુધી અમે મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ અમેરિકા નહીં બનાવી એ ત્યાં સુધી તમારા બાળકો અને તમે લાયક ન હોઈએ ત્યાં સુધી હું આરામ કરીશ નહીં.