Surat શહેર થી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં સુમુલ શુદ્ધ ધી ના પાઉચ જેવા જ દેખાઈ તેવા ડુપ્લીકેટ ધી ના પાઉચ બનાવવા નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ડુપ્લીકેટ ધી બનાવી તે ધી નું પાઉચમાં પેકિંગમાં સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્ય ને જોખમમાં મુકી વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા રેડ કરીને આ ઇસમોને પકડી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા ડભોલી ગામ રોડ હેની આર્કેડ કોમ્પલેક્ષમાં શ્રી હરી માટે શોપ વાળી જગ્યામાં રેડ પાડવામાં આવી હતી. જેમાંથી કુલ્લે-૧૫ નંગ સુમુલ શુધ્ધ ધી લખેલ ધીના પાઉચ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. ૬,૮૨૦ ગણવામાં આવી શકે છે. રેઇડ દરમ્યાન હાજર સુમુલ ડેરીના અધિકારી ઓ દ્વારા ખરાઈ કરવામાં આવતા સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘી ના પાઉચ વાળા દેખાઈ તેવા જ ડુપ્લીકેટ ધી ના પાઉચ બનાવી રાખીને તેમાં ડુપ્લીકેટ ધી બનાવી તે ધી નું પાઉચમાં પેકિંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. તેની સાથે સુમુલ સંસ્થા સાથે છેતરપીંડી કરી તેમજ લોગો નો પણ ઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હક્ક નો ભંગ કરવામાં આવ્યો હતો.
તેની સાથે સંસ્થાના FSSAI નંબર તથા એગમાર્ક ચિન્હનો પણ ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ સદર દુકાન માલિકની પુછપરછ દરમિયાન સદર સુમુલ શુદ્ધ ધી ના બનાવટી ડુપ્લીકેટ ઘી નો જથ્થો પ્રતિક કનુભાઇ ઠક્કરની દુકાને ડીલીવરી કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તેના પછી ડુબ્લીકેટ ઘીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠુક્કર ની ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ કરી અડાજણ ખાતે ચાલતા બનાવટી ધી ના ગોડાઉન પાલનપુર પાટીયા અડાજણ સુરત શહેર ખાતે રેડ પાડવામાં આવતા સુમુલના નામે બનાવટી ઘી બનાવવાની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
આ મામલામાં લલીતભાઇ ઘનશ્યામ ભાઇ ઇટાલીયા, પ્રતિક કનુભાઈ ઠક્કર, વિશાલભાઇ સતીષભાઇ શાહ અને આશિષભાઇ કાંતિભાઇ દુધવાલા નું નામ સામેલ છે.