ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન Dawid Malan એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

Amit Darji

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન Dawid Malan દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. ડેવિડ મલાને ઈંગ્લેન્ડ માટે 22 ટેસ્ટ, 30 ODI અને 62 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોસ બટલર સિવાય ડેવિડ મલાન ઇંગ્લેન્ડના બીજા એવા બેટ્સમેન છે જેમણે ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારી હોય.

ડેવિડ મલાન ગયા વર્ષે ભારતમાં યોજાયેલા વનડે વર્લ્ડ કપ બાદથી ટીમના ભાગ રહેલા નથી. તાજેતરમાં ECB એ ઓસ્ટ્રેલિયા સામેની આગામી સીમિત ઓવરોની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. તેમાં પણ ડેવિડ મલાન ને સ્થાન મળ્યું નહોતું. ત્યાર બાદ તેમણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો.

મલાન T-20 રેન્કિંગમાં નંબર-1 પર રહી ચુક્યો

ઇંગ્લેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન Dawid Malan T-20 રેન્કિંગમાં નંબર-1 પર રહી ચુક્યો છે. ડેવિડ મલાન છેલ્લી વખત નવેમ્બર 2023 માં રમતા જોવા મળ્યો હતો. તેણે 2017 માં ઈંગ્લેન્ડ માટે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. સાઉથ આફ્રિકા સામે રમાયેલી આ મેચમાં તેના દ્વારા 44 બોલમાં 77 રનની યાદગાર ઇનિંગ રમવામાં આવી હતી. ડેવિડ મલાનના નામે ટેસ્ટ માં 1074 રન, વનડેમાં 1450 રન અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1892 રન નોંધાયેલા છે.

ડાબોડી બેટ્સમેન મલાન

ડાબોડી બેટ્સમેન Dawid Malan ડોમેસ્ટિક સર્કિટમાં પોતાના સ્થિરતા માટે પ્રખ્યાત છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું પ્રદર્શન જાળવી રાખ્યું હતું. તે આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. ડેવિડ મલાનને પંજાબ કિંગ્સ દ્વારા વર્ષ 2021 માં 1.5 કરોડ રૂપિયામાં ટીમના ભાગ બનાવવામાં આવ્યા હતા. તેમ છતાં તેને માત્ર એક જ મેચમાં રમવાની તક મળી હતી. IPL માં તેના નામે 26 રન નોંધાયેલા છે.

ડેવિડ મલા નો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ દબદબો

Dawid Malan નો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ દબદબો રહ્યો છે. જ્યારે ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની વાત કરીએ તો તેણે 212 મેચમાં 30 સદી અને 58 અડધી સદીની મદદથી 13201 રન બનાવ્યા છે. જ્યારે 178 લિસ્ટ A મેચોમાં 6561 રન નોંધાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 16 સદી અને 32 અડધી સદી ફટકારી છે.

Share This Article
Leave a comment