પ્રખ્યાત સંગીતકાર Himesh Reshammiya ના પિતા વિપિન રેશમિયાનું ૧૮ સપ્ટેમ્બરના રોજ અવસાન નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. તેઓ 87 વર્ષના હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બુધવાર એટલે ૧૮ સપ્ટેમ્બરના રાત્રીના 8.30 વાગ્યે તેમનું અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે સવાર ના 11 વાગ્યે ઓશિવારા સ્મશાન ભૂમિમાં કરાશે.
વિપિન રેશમિયા ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઉંમર સંબંધિત કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ રહેલી હતી. હિમેશના પરિવારની નજીક રહેલી વનિતા થાપરે દ્વારા નામી ચેનલ થી વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, વિપિન જ્યારે ટીવી શો બનાવતા હતા ત્યારથી તે તેને પાપા કહીને બોલાવતી રહેતી હતી.
વનિતા દ્વારા જણાવ્યું છે કે, ટીવી શો કર્યા બાદ તે સંગીતકાર બની ગઈ છે. તેમણે જણાવ્યું કે, વિપિનનો પુત્ર હિમેશ પણ તેના પિતાની જેમ સંગીતની દુનિયામાં પ્રવેશ્યો હતો. વિપિન રેશમિયાએ એક સમયે લતા મંગેશકર અને કિશોર કુમાર સાથે ગીત બનાવ્યું હતું. હિમેશ રેશમિયાએ પોતે તેમની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે તે ગીત ક્યારેય રિલીઝ થયું નહોતું.
Himesh Reshammiya આ ગીત વિશેમાં જણાવ્યું હતું કે, તેમને લાગે છે કે, આ અત્યાર સુધીની સૌથી આકર્ષક ક્લાસિક ધૂન માંથી એક રહેલ છે, જે બજારમાં આવવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, તે જલ્દી જ આ ગીતને લાવશે. હિમેશ રેશમિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે ખુશ છે કે આ ગીત ટૂંક સમયમાં બધા લોકો માટે આવશે અને તેને તેમનો પ્રેમ પ્રાપ્ત થશે.