ફિલ્મ ‘Stree-2’ નો બોક્સ ઓફિસ પર જલવો યથાવત, નવ દિવસમાં કરી અધધ કમાણી…

Amit Darji

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મ ‘Stree-2’ રિલીઝ થવાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ સરળતાથી 300 કરોડ ના ક્લબમાં સામેલ થઈ ગયેલ છે. આ દરમિયાન ફિલ્મની નવમા દિવસની કમાણી નો આંકડો પણ સામે આવ્યો છે. ફિલ્મ ‘Stree-2’ ને 300 કરોડ ના આંકડા સુધી પહોંચવામાં વધુ સમય લાગ્યો નથી. ફિલ્મ દ્વારા માત્ર સાત દિવસમાં 289.6 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું અને આઠમો દિવસ આવતાની સાથે જ તે 300 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ દ્વારા આઠમા દિવસે 18.2 કરોડની કમાણી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, પ્રથમ અઠવાડિયે ટિકિટ બારી પર પૈસાનો વરસાદ થયા બાદ બીજા અઠવાડિયે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ફિલ્મની નવમા દિવસની કમાણી નો આંકડો સામે આવ્યો છે. આજે ‘Stree-2’ દ્વારા 10.88 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું છે. આજના સંપૂર્ણ આંકડા આવવાના બાકી છે અને સ્વાભાવિક છે કે હજુ પણ તેમાં વધારો થઈ શકે છે.

‘સ્ત્રી 2’ દ્વારા પ્રથમ આઠ દિવસમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 308 કરોડનું નેટ કલેક્શન કરવામાં આવ્યું હતું અને જો તેમાં અત્યાર સુધીના નવમા દિવસની કમાણી ઉમેરવામાં આવી દેવામાં આવે તો તેની કુલ કમાણી નો આંકડો રૂ. 318.88 કરોડ પર પહોંચી ગયેલ છે. એવામાં એ જોવાનું રસપ્રદ રહેશે કે, ફિલ્મ કેટલા દિવસોમાં ૪૦૦ કરોડના ક્લબમાં સામેલ થશે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘Stree-2’ માં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સાથે પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના સહિતના ઘણા કલાકારો રહેલા છે. તેમાં અક્ષય કુમાર અને વરુણ ધવનનો કેમિયો પણ જોવા મળેલ છે. તેને જોઈને થિયેટરમાં બેઠેલા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિક દ્વારા કરવામાં આવ્યું છે. તેની કહાની નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે, તેમના દ્વારા આ અગાઉ મુંજા અને ભેડિયા ની કહાની પણ લખવામાં આવી છે.

Share This Article
Leave a comment