ફિલ્મ ‘VD-14’ : આ ફિલ્મમાં Vijay Deverakonda ના રોલને લઈને સામે આવી જાણકારી….

Amit Darji

ફેમિલી સ્ટારના ફ્લોપ થયા બાદ Vijay Deverakonda દ્વારા તાજેતરમાં કલ્કી 2898 એડીમાં ખાસ ભૂમિકામાં જોવા મળવાના છે. અર્જુનના રૂપમાં તેમનો અભિનય લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ બાદ અભિનેતાની આગામી ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

તેની સાથે ફિલ્મનું કામચલાઉ નામ VD14 રહેલ છે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે, જેમાં વિજય પોતાનો જલવો દેખાડતા જોવા મળવાના છે. તાજેતરમાં આ ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તે આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળવાના છે. આ ફિલ્મ હજુ પ્રોડક્શનના શરૂઆતી સત્રમાં રહેલ છે.

રિપોર્ટ્સ મુજબ, તેનું શૂટિંગ આવતા વર્ષના પહેલા ભાગમાં શરૂ થવાની આશા રહેલી છે. દાવા અનુસાર, વિજય ફિલ્મમાં પિતા અને પુત્રના રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મની કહાની બ્રિટિશ કાળની આજુબાજુ રહેવાની છે, જેને ફ્લેશબેક સીન્સ દ્વારા રસપ્રદ રીતે લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરાશે. તેની સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં પિતાના પાત્રને એક શક્તિશાળી વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવે તેવી શક્યતા છે. તેમ છતાં ફિલ્મ નિર્માતાઓ દ્વારા હજુ સુધી આ સમાચારોની પુષ્ટિ કરવામાં આવી નથી.

તેની સાથે આ વર્ષે મે મહિનામાં વિજય દ્વારા તેની ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં સૂકી જમીન પર યોદ્ધાની પ્રાચીન પ્રતિમા દર્શાવવામાં આવી હતી, જયારે તે ઘોડા પર સવાર તલવાર લઈને ઉભેલા જોવા મળ્યા હતા. ફિલ્મની કહાની 1854 થી 1878 ની વચ્ચે બતાવવામાં આવે તેવી અપેક્ષા રહેલી છે. વિજય દેવેરાકોંડા અને રાહુલ સાંકૃત્યએ આ અગાઉ 2018 ની ફિલ્મ ‘ટેક્સીવાલા’ માં સાથે કામ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિયંકા જવાલકર, માલવિકા નાયર, મધુનંદન, રવિ વર્મા, શિજુએ મહત્વની ભૂમિકાઓ ભજવવામાં આવી હતી.

Share This Article
Leave a comment