ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન આ વર્ષે 19મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. Rakshabandhan પર, જ્યારે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, ત્યારે ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. જો તમે આ ખાસ પ્રસંગે કંઇક સ્પેશિયલ ન દેખાવ તો તહેવારની મજા બગડી જાય છે. જો તમે રક્ષાબંધનના દિવસે સ્પેશિયલ કેવી રીતે દેખાવું તે અંગે મૂંઝવણમાં છો, તો તમે કેટલીક ફેશન ટિપ્સની મદદથી તમારી આ મૂંઝવણને દુર કરી શકો છો. રક્ષાબંધનના દિવસે લોકો એથનિક વસ્ત્રો પહેરે છે. તો ચાલો જાણીએ કે, રક્ષાબંધનના દિવસે તમે એથનિક વસ્ત્રોમાં કઈ રીતે સ્પેશિયલ દેખાઈ શકો છો.
રક્ષાબંધનના દિવસે પહેરો બ્રાઈટ કલર
જો તમે આ દિવસે બ્રાઈટ કલરના ડ્રેસ પહેરશો તો તમારો લુક તહેવાર માટે પરફેક્ટ રહેશે. આ દિવસે તમારે રોયલ બ્લુ, ડાર્ક મરૂન, લાલ, પોપટ ગ્રીન, ફુચિયા પિંક જેવા રંગો પહેરવા જોઈએ. છોકરીઓ આ કલરની સાડી, સૂટ કે લહેંગા પહેરી શકે છે.
બનાવો યુનિક લુક
આ દિવસે સ્પેશિયલ દેખાવા માટે તમે બ્લિંગ કુર્તી સાથે બાંધણી દુપટ્ટા અને ચૂરીદાર ટ્રાય કરો. આ તમારા લુકને યુનિક બનાવશે. જો તમે આની સાથે મોટી ઇયરિંગ્સ અને લાઇટ મેકઅપ કરો છો, તો તમારો લુક કંઇક સ્પેશિયલ જ દેખાશે. ઈન્ડો-વેસ્ટર્ન લુક માટે તમે બ્લિંગ ટોપ સાથે એથનિક સિલ્ક સ્કર્ટની જોડી બનાવો.
હેન્ડલૂમ ટ્રાય કરો
જો તમે રક્ષાબંધન પર સિમ્પલ અને સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ તો તમે એથનિક વેરમાં લાંબો ઇક્કત કુર્તો પહેરી શકો છો. તેની સાથે મોટી ઇયરિંગ્સ અને ગામઠી ચાંદીનો નેકપીસ પહેરો.
મોજડી શૂઝ પરફેક્ટ
રક્ષાબંધનના દિવસે, જો તમે તમારા એથનિક લુક સાથે મોજડી શૂઝ પહેરશો, તો તે તમારા લુકને કંઇક યુનિક લુક આપશે.
બિંદીને ભૂલશો નહીં
આ દિવસે જો તમે તમારા સિમ્પલ મેકઅપ સાથે બિંદી લગાવશો તો તમે ખૂબ જ ક્યૂટ દેખાશો. પણ હા, તમારે તમારા ચહેરા પ્રમાણે બિંદી પસંદ કરવી જોઈએ.