ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ દ્વારા Joe Root ને લઈને આપ્યું મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનો રેકોર્ડ તોડી શકે છે તેના માટે ઇંગ્લેન્ડના બેટ્સમેને આગામી ચાર વર્ષ સુધી સતત આ રીતે રન બનાવવા પડશે. જો રૂટ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં 12000 રનનો આંકડો પાર કરીને સાતમાં બેટ્સમેન બની ગયા હતા.
જો રૂટના અત્યાર સુધીમાં 143 ટેસ્ટમાં 12027 રન
જો રૂટ દ્વારા અત્યાર સુધી 143 ટેસ્ટમાં 12027 રન બનાવવામાં આવ્યા છે. તે શ્રીલંકાના કુમાર સંગાકારા (12400 રન) અને તેના ભૂતપૂર્વ સાથી એલિસ્ટર કૂક (12472 રન) ને પાછળ છોડી દેવાની નજીક પહોંચી આવ્યા છે. સચિન તેંડુલકરના નામે 200 ટેસ્ટમાં 15921 રન રહેલા છે. રિકી પોન્ટિંગ દ્વારા 168 ટેસ્ટમાં 13378 રન બનાવવામાં આવ્યા છે અને તે યાદીમાં બીજા સ્થાન પર રહેલા છે.
રિકી પોન્ટિંગે ICC સમીક્ષામાં જણાવ્યું કે…
રિકી પોન્ટિંગ દ્વારા ICC સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, જો રૂટ દ્વારા આ રેકોર્ડ તોડવામાં આવી શકે છે. તે 33 વર્ષના છે અને માત્ર 3000 રન પાછળ રહેલા છે. જોવાનું રહેશે કે, તે કેટલી ટેસ્ટ રમે છે. જો તે વર્ષમાં 10 થી 14 ટેસ્ટ રમે છે અને દર વર્ષે 800 થી 1000 રન બનાવે છે તો તે ત્રણથી ચાર વર્ષમાં ત્યાં સુધી પહોંચી શકે છે. જો તેમની રન બનાવવાની ભૂખ આ રીતની રહેશે તો આવું કરી શકે છે.
રિકી પોન્ટિંગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો રુટે અડધી સદીને મોટા સ્કોરમાં ન પરિવર્તિત કરવાની પોતાની નબળાઈને દૂર કરી લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ચાર-પાંચ વર્ષ પહેલા જો રૂટ દ્વારા ઘણી અડધી સદી ફટકારવામાં આવી હતી પરંતુ તેને સદીમાં બદલવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. એવામાં હવે તેમના દ્વારા ઘણી વખત અડધી સદી ફટકારવામાં આવી છે અને પછી તેને સદીમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યા હતા. તેમના માટે આ સૌથી મોટો ફેરફાર રહેલો છે.