બાંગ્લાદેશના પૂર્વ PM Sheikh Hasina એ હિન્દુ સંત ચિન્મય દાસની ધરપકડને લઈને આપ્યું મોટું નિવેદન 

Amit Darji

બાંગ્લાદેશના પૂર્વ PM Sheikh Hasina એ હિન્દુ સંત ચિન્મય દાસની ધરપકડને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા હિન્દુ સંત ચિન્મય દાસની ધરપકડની નિંદા કરવામાં આવી છે અને ત્યાં ની વચગાળાની સરકારને તેમને મુક્ત કરવામાં આવે તેને લઈને માંગ કરી છે. નોંધનીય છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુ જૂથ સમિષ્ઠ સનાતની નેતા અને ઈસ્કોન ટ્રસ્ટના સચિવ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરાઈ હતી. તેને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં લોકો દ્વારા તેમની ધરપકડને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે તેમની મુક્તિની લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી. જ્યારે ભારતમાં પણ ઘણા લોકો દ્વારા ચિન્મય દાસની ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારને આ મામલો બાંગ્લાદેશ સરકાર સાથે ઉઠાવવાની માંગ કરવામાં આવી છે.

તેની સાથે શેખ હસીના દ્વારા સુરક્ષા દળો અને ચિન્મય કૃષ્ણ દાસના અનુયાયીઓ વચ્ચે હિંસક અથડામણ દરમિયાન વકીલની હત્યાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ મામલામાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘હત્યાનો હું સખત વિરોધ કરું છું. આ હત્યામાં સંડોવાયેલા લોકોને વહેલામાં વહેલી તકે શોધીને તેને સજા કરવામાં આવે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે, કોલકાતામાં બંગાળી હિન્દુ જાગરણ મંચ ના સભ્યો દ્વારા ગુરુવારે પાડોશી દેશમાં હિન્દુ સમુદાય પર અત્યાચાર અને આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ ની ધરપકડ ના વિરોધમાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર ની ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી હતી. સિયાલદહ સ્ટેશનથી બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશન તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે રસ્તામાં રોકવામાં આવ્યા હતા. જ્યારે દેખાવકારોને દક્ષિણ કોલકાતાના બેકબાગનમાં ડેપ્યુટી હાઈ કમિશન ઓફિસ સુધી પહોંચતા અટકાવવા માટે પોલીસ દ્વારા બેરિકેટ્સ ગોઠવી દેવામાં આવ્યા હતા.

તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, બાંગ્લાદેશના લઘુમતી હિંદુઓ તેમની કુલ 17.30 કરોડ વસ્તીના માત્ર 8 ટકા રહેલી છે તેમને 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન બાદ 50 થી વધુ જિલ્લામાં 200 થી વધુ હુમલાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. હિંદુ આધ્યાત્મિક નેતા દાસની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ તેમને કોર્ટ દ્વારા જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેના લીધે રાજધાની ઢાકા અને બંદર શહેર ચિત્તાગોંગ સહિત વિવિધ સ્થળો પર સમુદાયના સભ્યો દ્વારા ભારે વિરોધ કરાયો હતો.

- Advertisement -

 

Share This Article
Leave a comment