પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal ને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

Amit Darji

પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal ને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અપરાધિક માનહાનિ કેસમાં જાહેર કરવામાં આવેલ સમન્સ ને રદ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ની અરજી ફગાવી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ન્યાયમૂર્તિ ઋષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચ દ્વારા દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, આવી જ અરજી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા પણ દાખલ કરાઈ હતી અને તેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી ને ફગાવતા કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘અમે દખલગીરી કરવા ઈચ્છતા નથી, એક અરજદાર અમારી પાસે આવ્યા હતા. અમારા દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દલીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે, સંજય સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદન અલગ રહેલ હતું, પરંતુ બેન્ચ દ્વારા તેને સ્વીકારવામાં આવ્યું નહોતું.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેબ્રુઆરીમાં સમન્સ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટથી નિરાશ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી દ્વારા દેશની સૌથી મોટી કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે અહીંથી પણ રાહત ન મળતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં હાજરી આપવી પડશે.

તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ દ્વારા નીચલી કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સ ને પડકારવામાં આવ્યા હતા અને કેસ પર સ્ટે માંગવામાં આવ્યો હતો. આ પહેલા ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કેજરીવાલની માંગને ફગાવી દેવામાં આવી હતી. એપ્રિલ 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની માંગને ફગાવી દેવામાં આવી હતી.

તેની સાથે જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ટિપ્પણીઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને રાહત આપવામાં આવી નથી.

હાઈકોર્ટના ઝટકા બાદ Arvind Kejriwal સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા

હાઈકોર્ટના આ નિર્ણય બાદ અરવિંદ કેજરીવાલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા માંગ કરવામાં આવી છે કે, તેમની સામેનો માનહાનિનો કેસ બંધ કરાયો છે.

 

Share This Article
Leave a comment