દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal દ્વારા છત્રસાલ સ્ટેડિયમમાં આયોજિત જનસભામાં ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડબલ એન્જિન સરકારનો અર્થ ડબલ લૂંટ રહેલ છે. યુપીમાં છેલ્લા સાત વર્ષથી ડબલ એન્જિન ની સરકાર રહેલી છે પરંતુ તે નિષ્ફળ રહેલ છે.
Arvind Kejriwal દ્વારા જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ લોકો દ્વારા 10 વર્ષ સુધી કાય પણ કરવામાં આવ્યું નથી. આવતા એક વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદી 75 વર્ષની પાર થઇ જશે ત્યારે ઓછામાં ઓછું કંઇક તો કરીને જાવ. અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘જો 22 રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદી વીજળી ફ્રી કરી નાખે તો હું મોદીજી નો પ્રચાર કરીશ.’ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાન મોદીને પડકાર ફેંકવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન NDA શાસિત 22 રાજ્યમાં ફરી વીજળી આપવાની જાહેરાત કરવામાં આવશે તો હું ભાજપનો પ્રચાર કરીશ.”
આ સિવાય તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ભાજપની 22 રાજ્યમાં સરકાર રહેલી છે તમે તેમને પૂછજો કે તે એક રાજ્યનું નામ જણાવે ત્યાં તેમના દ્વારા વીજળી મફતમાં આપવામાં આવી હોય. ગુજરાતમાં 30 વર્ષથી તેમની સરકાર રહેલી છે પરંતુ તેમને એક પણ સ્કૂલ બરાબર કરાવી નથી. 22 રાજ્યમાં તેમની સરકાર રહેલી છે. એક કામ તો જણાવી દો જે તેમના દ્વારા સારું કરવામાં આવ્યું હોય. આવતા વર્ષે 17 સપ્ટેમ્બરના પીએમ નરેન્દ્ર મોદી રિટાયર થવાના છે. હું તમને પડકાર આપવા ઇચ્છુ છે કે, એક વર્ષમાં 22 રાજ્યમાં કોઇ એવું કામ કરીને દેખાડો જે દિલ્હીમાં થયેલું છે. 10 વર્ષમાં તેમને કઇપણ કર્યું નથી. જ્યારે તમે રિટાયર થઇ જશો ત્યારે એમ વિચારશો કે તમે 10 વર્ષ તો કઇપણ કરેલ નથી પરંતુ 11 માં વર્ષમાં કંઇક કર્યું છે. આજે હું પીએમ નરેન્દ્ર મોદીને કહેવા ઈચ્છું છું કે, ફેબ્રુઆરીમાં દિલ્હીની ચૂંટણી રહેલી છે. ફેબ્રુઆરી પહેલા આ 22 રાજ્યોમાં વીજળી ફ્રી કરી નાખો હું દિલ્હીની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીજી નો પ્રચાર કરીશ.
તેની સાથે અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘યુપીમાં છેલ્લા સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર રહેલી છે. લોકસભા ચૂંટણીમાં તેમની બેઠક અડધી થઈ ગયેલ છે. મણિપુરમાં પણ સાત વર્ષથી ડબલ એન્જિન ની સરકાર રહેલ છે. મણિપુર છેલ્લા બે વર્ષથી સળગી રહ્યું છે.’