ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન Joe Root એ મુલતાન ટેસ્ટમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ

Amit Darji

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન Joe Root સતત શાનદાર બેટિંગ કરી રહ્યા છે. જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં એક પછી એક સદી ફટકારવામાં આવી રહી છે. હવે જો રૂટ દ્વારા પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં સદી ફટકારવામાં આવી છે.

મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં Joe Root દ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવતા 167 બોલમાં પોતાની સદી પૂરી કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે સાત ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જ્યારે જો રૂટની ટેસ્ટ કારકિર્દીની આ 35 મી સદી હતી. પાકિસ્તાનમાં આ તેમની પ્રથમ ટેસ્ટ સદી છે. આ સાથે જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે.

તેમણે આ મામલામાં પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન એલિસ્ટર કૂકને પાછળ છોડી દેવામાં આવી છે. એલિસ્ટર કુક દ્વારા ઇંગ્લેન્ડ માટે 161 ટેસ્ટની 291 ઇનિંગ્સમાં 45.35 ની એવરેજથી 12,472 રન બનાવવામાં આવ્યા હતા. જ્યારે જો રૂટ 147 ટેસ્ટની 268 ઇનિંગ્સમાં કુકના રનથી આગળ નીકળી ગયા છે. હવે જો રૂટ ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમાં ખેલાડી બની ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ યાદીમાં સૌથી ઉપર ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર રહેલ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા 200 ટેસ્ટ મેચોની 329 ઇનિંગ્સમાં 53.79 ની એવરેજથી 15,921 રન બનાવવામાં આવ્યા છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ રહેલ છે. રિકી પોન્ટિંગ દ્વારા 168 મેચની 287 ઇનિંગ્સમાં 51.85 ની એવરેજથી 13,378 રન બનાવવામાં આવ્યા છે.

Share This Article
Leave a comment