પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન Younis Khan એ બાબર આઝમ ને ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી થી શીખવાની સલાહ આપી…

Amit Darji

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર Younis Khan ઈચ્છે છે કે, લિમિટેડ ઓવરના કેપ્ટન બાબર આઝમ ને વિરાટ કોહલી પાસેથી શીખવાની જરૂરિયાત છે. બાબર આઝમ તાજેતરના સમયમાં તમામ ફોર્મેટમાં તેના ખરાબ ફોર્મને લીધે ટીકાઓનો સામનો કરી રહ્યો છે. તે વનડે વર્લ્ડ કપ 2023 માં એક પણ મોટી ઇનિંગ્સ રમવા માં નિષ્ફળ રહ્યો હતો. તેના લીધે પાકિસ્તાન લીગ તબક્કામાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યાર બાદ બાબર T-20 વર્લ્ડ કપ 2024 માં ખરાબ ફોર્મમાં રહ્યો અને પાકિસ્તાનની ટીમ ફરીથી લીગ સ્ટેજ માંથી બહાર થઈ ગઈ હતી. તેણે બાંગ્લાદેશ સામે તાજેતરમાં 0-2 થી મળેલી હાર દરમિયાન પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું, તેણે ચાર ઇનિંગ્સમાં માત્ર 64 રન જ બનાવ્યા હતા.

બાબરના ખરાબ ફોર્મને લઈને ઉલ્લેખ કરતા Younis Khan દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમના ખભા પર અપેક્ષાઓનો બોજ છે અને તેમને આ સ્ટાર બેટ્સમેનને તેની ફિટનેસ અને વર્ક એથિક પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. યુનિસ ખાને વધુમાં જણાવ્યું છે કે, ‘બાબર આઝમ પાસેથી ઘણી અપેક્ષા ઓ રહેલી છે. ખેલાડીઓએ સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેનો સાચો જવાબ તેમના બેટ અને બોલ ના પ્રદર્શન ના માધ્યમથી આપવો જોઈએ. બાબરને પોતાની ફિટનેસ અને રમતના પ્રતિ જવાબદારી ધ્યાન આપવાની જરૂરિયાત છે કેમ કે, આવી રીતની તકો જલ્દી મળતી નથી.

યુનિસ ખાને બાબરને વિરાટ કોહલી પાસેથી શીખવાની સલાહ આપતા જણાવ્યું કે, બાબર આઝમ કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. તેમણે જણાવ્યું કે, આવું કરવાથી વિરાટને પણ ઘણો ફાયદો થયો અને હવે તે બેટથી રન બનાવી રહ્યા છે. યુનિસ ખાને જણાવ્યું કે, ‘બાબરે આટલી નાની ઉંમરમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, પરંતુ તેને એ જાણવાની જરૂરીયાત છે કે, તે ભવિષ્યમાં શું પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કેપ્ટનશીપ નાની વસ્તુ છે, પ્રદર્શન મહત્વનું રહેલું છે. વિરાટ કોહલીને જુઓ. તેમણે પોતાની શરતો પર કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો અને હવે તે વિશ્વભરમાં રેકોર્ડ તોડી રહ્યા છે. આ દર્શાવે છે કે, દેશ માટે રમવું તે પ્રાથમિકતા હોવી જોઈએ. જો કોઈ ઊર્જા બાકી રહેલ છે તો તમે તમારા માટે રમો.

પાકિસ્તાન માટે સૌથી મોટી ચિંતા બાબર આઝમ નું ટેસ્ટ ફોર્મ રહેલું છે જેમાં તે છેલ્લી 16 ઇનિંગ્સમાં 39 રનના સર્વોચ્ચ સ્કોર સાથે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. હવે પાકિસ્તાન 7 ઓક્ટોબર થી શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ માટે ઇંગ્લેન્ડની યજમાની કરવાની છે. તમામની નજર ફરી એક વખત બાબર પર રહેશે કારણ કે, પાકિસ્તાન ફેબ્રુઆરી 2021 પછી ઘરઆંગણે તેની પ્રથમ ટેસ્ટ જીતની રાહ જોઈ રહ્યા છે.

Share This Article
Leave a comment