ફિલ્મ ‘Stree-2’ ને લઈને આવ્યા સારા સમાચાર, સેન્સર બોર્ડે આપી હરી ઝંડી

Amit Darji

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘Stree-2’ થોડા જ સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફરી એક વખત શ્રદ્ધા-રાજકુમાર રાવની જોડીની હોરર કોમેડી લોકોને જોવા મળવાની છે. તેની સાથે જેમ-જેમ ફિલ્મની રીલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ લોકોમાં તેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તેની સાથે આજે જ ફિલ્મનું એક નવું ગીત ‘ખૂબસુરત’ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

‘Stree-2’ હવે કોઈપણ અડચણ વગર થિયેટરોમાં આવવા માટે તૈયાર છે કારણ કે, ફિલ્મ હવે પોતાની સેન્સર ઔપચારિકતાઓ પૂર્ણ કરી ચૂકી છે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના અભિનીત ‘સ્ત્રી 2’ ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ‘CBFC’ દ્વારા UA પ્રમાણપત્ર સાથે મંજૂરી આપી દેવામાં આવી છે.

આ ફિલ્મને UA સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તેની સાથે જ ફિલ્મની કહાનીનો સમયગાળો પણ જાહેર કરવામાં આવ્યો છે. ‘સ્ત્રી-2’ નો રનટાઈમ બે કલાક અને 29 મિનિટ એટલે કે 149 મિનિટનો રહેલો છે. 15 ઓગસ્ટના રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મોમાં વેદા પછીની બીજી સૌથી લાંબી ફિલ્મ રહેલી છે. ‘વેદા’ નો રનટાઈમ 150 મિનિટનો રહેલો છે. જ્યારે હવે ફિલ્મ સાથે જોડાયેલી આ માહિતીએ દર્શકોની ઉત્તેજના વધારી દેવામાં આવી છે.

- Advertisement -

Jio સ્ટુડિયોના સહયોગ સાથે મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત સ્ત્રી-૨ મેડોક સુપરનેચુરલ યુનિવર્સની ‘સ્ત્રી’, ‘રૂહી’, ​​’ભેડિયા’ અને ‘મુંજ્યા’ બાદ પાંચમી ફિલ્મ છે. આ વખતે, મહિલાઓનું એક ભયાનક રાક્ષસ દ્વારા રહસ્યમય રીતે અપહરણ કરી લેવામાં આવે છે. શ્રદ્ધા કપૂર એક અજાણી સ્ત્રી તરીકેની પોતાની ભૂમિકાને ફરીથી નિભાવી છે, તેની પાસે હવે સ્ત્રીની શક્તિઓ રહેલી છે. તેના સિવાય રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના જેવા અન્ય કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં રહેલા છે.

Share This Article
Leave a comment