Reliance Jio યુઝર્સ માટે સારા સમાચાર, આ પ્લાનમાં કરવામાં આવ્યો 200 રૂપિયાનો ઘટાડો

Amit Darji

Reliance Jio દ્વારા પોતાના કરોડો યુઝર્સને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલાયન્સ જિયો દ્વારા એક શાનદાર પ્લાન ફરીથી લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં યુઝર્સને પહેલા કરતા વધુ વેલીડીટી મળી જવાની છે. તેનાથી ગ્રાહકો સારો ફાયદો પણ થવાનો છે.

પહેલા પ્લાન કર્યો હતો મોંઘો

જિયો દ્વારા જુલાઈમાં રૂ. 999 નો પ્લાન રૂ. 200 મોંઘો કરી દેવામાં આવ્યો છે. હવે આ પ્લાન 1,199 રૂપિયામાં ઉપલબ્ધ થવાનો છે. આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદા વિશેની વાત કરીએ તો યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા પ્રાપ્ત થવાની છે. તેના સિવાય યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ પ્રાપ્ત થવાનો છે. આ પ્લાન દૈનિક 3GB હાઇ સ્પીડ ડેટા અને 100 ફ્રી SMS સાથે આવી રહ્યો છે. આ રીતે યુઝર્સને કુલ 252 GB ડેટાનો લાભ અપાશે. તેના સિવાય Jio ની કોમ્પ્લિમેન્ટરી એપ્સનો એક્સેસ પણ અપાશે.

હવે કર્યો રિવાઈઝ

તમને જણાવી દઈએ કે, પહેલા આ પ્લાન 999 રૂપિયામાં મળી રહ્યો હતો. હવે કંપની દ્વારા 999 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં યુઝર્સને 14 દિવસની વધારાની વેલિડિટી પ્રાપ્ત થવાની છે. આ નવા રિવાઇઝ્ડ પ્લાનમાં યુઝર્સને હવે 98 દિવસની વેલિડિટી મળવાની છે. આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓ વિશે વાત કરીએ તો યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલીમીટેડ ફ્રી કોલિંગ અને નેશનલ રોમિંગનો લાભ પણ મળવાનો છે. Jio દ્વારા આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. તેમાં યુઝર્સને કુલ 196 GB ડેટા નો લાભ મળવાનો છે. તેમજ દરરોજ 100 ફ્રી SMS પણ પ્રાપ્ત થશે. તેના  સિવાય યુઝર્સને Jio ની કોમ્પ્લિમેન્ટરી એપ્સ નો ફ્રી એક્સેસ પણ પ્રાપ્ત થશે.

Jio સિવાય Airtel ની પાસે 979 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ રહેલો છે જેમાં યુઝર્સને સંપૂર્ણ ભારતમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ પણ મળી રહ્યો છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 જિબી હાઈ સ્પીડ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તેમ છતાં એરટેલના પ્લાનમાં યુઝર્સને 84 દિવસ ની વેલીડીટી ઓફર કરવામાં આવી રહી છે.

Share This Article
Leave a comment