Adelaide Test પહેલા ટીમ India માટે આવ્યા સારા સમાચાર, બીજી ટેસ્ટમાં આ સ્ટાર ખેલાડી ની થશે એન્ટ્રી

Amit Darji

ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા પિંક બોલ ટેસ્ટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમ છતાં આ મેચ 6 ડિસેમ્બર થી એડિલેડમાં રમાવવા ની છે. પરંતુ આ પિંક બોલ ની ટેસ્ટ હશે, તેની પહેલા એક પ્રેક્ટિસ મેચ પણ રહેલ છે. ભારતીય ટીમ અનુસાર 11 PM થી આ મેચ રમાવાની છે જે 30 નવેમ્બરથી શરૂ થશે અને ત્રણ દિવસ સુધી ચાલવાની છે. આ દરમિયાન મેચ પહેલા ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવી ગયા છે. કેમ કે, ટીમ India ના સ્ટાર ખેલાડીઓમાં થી એક શુભમન ગિલ ની આ મેચમાં વાપસી થાય તેવી શક્યતા રહેલી છે.

Adelaide Test

તમને જણાવી દઈએ કે, શુભમન ગિલનો પહેલા થી જ ભારતીય ટીમમાં  સમાવેશ થયો છે પરંતુ તે પ્રથમ ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. ટેસ્ટ પહેલા તેને અચાનક ઈજા થઈ હતી અને તેને બહાર થવું પડ્યું હતું. આ કારણોસર BCCI દ્વારા India A ટીમ સાથે ત્યાં પહોંચેલા દેવદત્ત પડિકલને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચના એક દિવસ પહેલા તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને બીજા જ દિવસે તેને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી ગઈ છે. તેમ છતાં તે એક પણ ઇનિંગ્સમાં પોતાની રમત થી પ્રભાવિત કરી શક્યો નહીં. તેમ છતાં દેવદત્ત પડિક્કલને માત્ર એક જ ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. એવામાં શુભમન ગિલ ની વાપસી ની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતીય ટીમ હાલમાં કેનબેરા માં રહેલી છે. જ્યારે તે 30 નવેમ્બરથી તેમનો સામનો PM XI થવાનો છે, આ પિંક બોલ ટેસ્ટ રહેવાની છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે, શુભમન ગીલે નેટ્સ પર આવીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન તે થોડો સમય બેટિંગ કરતો પણ જોવા મળ્યો હતો. એવામાં જો શુભમન ગિલ પિંક બોલ ની પ્રેક્ટિસ મેચમાં રમતો જોવા મળશે તો તે નક્કી થઈ જશે કે, તે Adelaide Test માં પણ રમશે. તેમ છતાં આ મેચમાં હજુ ઘણો સમય બાકી રહેલ છે. આ મેચ 6 ડિસેમ્બર ના રોજ રમાવવાની છે. તેનો અર્થ એ છે કે, શુભમન ગીલ ની પાસે સંપૂર્ણ રીતે ફિટ થવા માટે ઘણો સમય બાકી રહેલો છે.

તેમ છતાં શુભમન ગિલ તાજેતરમાં સમાપ્ત થયેલી સીરીઝમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ની છેલ્લી મેચમાં 90 રનની ઇનિંગ રમ્યો હતો. તેમ છતાં ગરદન અકડાઈ જવાના લીધે તે પ્રથમ મેચમાં રમી શક્યો નહોતો. બે ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં તેના નામે માત્ર એક અડધી સદી રહેલી હતી. એવામાં અહીં પણ શુભમન ગીલ પ્રથમ મેચ રમી શક્યો નહોતો. તેની સાથે એવામાં એ જોવાનું રહેશે કે, તે પુનરાગમન બાદ કેવું પ્રદર્શન કરશે.

Share This Article
Leave a comment