Google નું આ ફીચર હવે છોડાવશે ફોનની લત, તો જાણો તેના વિશે…

Amit Darji

નવી દિલ્હી: આજકાલ ટેક્નોલોજી બાળકોને ઘણી રીતે ફાયદો પહોંચાડી રહી છે, ત્યારે ફોનનો વધુ પડતો ઉપયોગ પણ અનેક રોગોનું મૂળ છે. ત્યારે વર્તમાન સમયમાં ઓનલાઈન અને ઓફલાઈન જીવનને સંતુલિત કરવું એક પડકાર છે. ખાસ કરીને, બાળકોના દૃષ્ટિકોણથી જોઈએ તો તે વધુ મુશ્કેલ છે. કેમ કે આજકાલ બાળકો કલાકો સુધી ફોન ચલાવે છે.

જેના કારણે ગૂગલે માતા-પિતાની આ સમસ્યાઓને સમજી લીધી છે. કંપનીએ તાજેતરમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. સ્કૂલ ટાઇમ ફીચરએ માતાપિતાને તેમના બાળકો પર નજર રાખવાની મંજૂરી આપે છે. આ ફીચર શું છે અને માતાપિતા તેની મદદ કેવી રીતે લઈ શકે છે? અમે તમને અહીં આ વિશે બધું જ જણાવવા જઈ રહ્યા છીએ.

ફોનની લત છોડાવશે ગૂગલનું આ નવું ફીચર

જો તમારા બાળકોને ઘણા કલાકો સુધી ફોનનો ઉપયોગ કરવાની લત લાગી ગઈ હોય, તો ગૂગલનું આ ફીચર તમારા માટે ચોક્કસપણે ઉપયોગી સાબિત થશે. ગૂગલનું આ ફીચર માતાપિતાને તેમના બાળકોના ફોન પર નજર રાખવામાં મદદ કરે છે. જો માતા-પિતા ઇચ્છે તો તેઓ એ પણ નક્કી કરી શકે છે કે ફોન પર કઈ એપ કેટલા સમય સુધી ખુલ્લી રહેશે અથવા બાળક કેટલા સમય સુધી ફોનનો ઉપયોગ કરશે.

ગૂગલ સ્કૂલ ટાઈમ ફીચર ખૂબ જ ઉપયોગી

ગૂગલના સ્કૂલ ટાઈમ ફીચરમાં ફોનને એક સમર્પિત હોમ સ્ક્રીન પર ચલાવવાની મંજૂરી આપે છે. જો આ ફીચર ઓન કરી દેવામાં આવે તો ફોનમાં માત્ર અમુક સિલેક્ટેડ એપ્સ કે ફાઈલ્સ j એક્સેસ કરી શકાય છે. આ ફીચરનો ઉપયોગ Google Family Link એપ દ્વારા કરી શકાય છે. જો તમારું બાળક શાળામાં અભ્યાસ કરતી વખતે ફોનનો ઉપયોગ કરે છે, તો આ સુવિધાની મદદથી તેને બંધ કરી શકાય છે. આમાં બાળકોને માત્ર થોડા જ સંપર્કો સાથે સંપર્ક કરવાની છૂટ મળે છે.

સ્કૂલ ટાઈમ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

– સૌ પ્રથમ, Play Store પરથી Google Family Link એપ ઇન્સ્ટોલ કરો.

– ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે, શું તમારા બાળકનું Google એકાઉન્ટ છે, પછી ‘હા’ પર ટેપ કરો. ના હોય તો ‘ના’.

– હવે માર્ગદર્શિકા વાંચ્યા પછી, આગળ જાઓ.

– અહીં બાળકનું ગૂગલ એકાઉન્ટ બનાવવું પડશે. એકાઉન્ટ બનાવ્યા બાદ મેઈલ આઈડી અને પાસવર્ડ સેવ કરો.

– અહીં ઘણી બધી માહિતી લખેલી હશે તેને એકવાર વાંચો. તેમાં જણાવવામાં આવશે કે આ એપમાં શું લાભ મળશે.

– આ પછી તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે, જે તમને સ્ક્રીન પર સમજાઈ જશે.

આ પ્રક્રિયા તેમના માટે હતી કે જેમણે તેમના બાળક માટે Google એકાઉન્ટ બનાવ્યું નથી, પરંતુ જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે તો તમારે નીચે આપેલ પ્રક્રિયાને ફોલો કરવી પડશે.

Google Family Link ઍપમાં બાળકની પ્રોફાઇલ પર જાઓ.
અહીં તમને બે વિકલ્પો મળશે: સેટિંગ અથવા કંટ્રોલ ફીચર. કોઈ એક પર ક્લિક કરો.
અહીં તમારી અનુકૂળતા મુજબ સ્ક્રીન ટાઇમ સેટ કરો.
હવે તમે જે એપ્સથી બાળકોને દૂર રાખવા માંગો છો તેને પસંદ કરો.
તેને પસંદ કર્યા પછી, ઓકે પર ટેપ કરો. હવે સેટિંગ ચાલુ થઈ ગયું છે, તમારે ફક્ત બાળકના ફોનમાં પેરેન્ટ કંટ્રોલ સેટિંગ ચાલુ કરવાનું રહેશે.

Share This Article
Leave a comment