ગુજરાત ગેસ દ્વારા CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કંપની દ્વારા એક ડિસેમ્બરથી CNG ના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એવામાં ગુજરાતમાં CNG ની કિંમતમાં વધારો થવાના લીધે તેનો ભાવ 77.76 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત ગેસના માલિકોને પત્ર મોકલીને આ બાબતમાં જાણકારી આપવામાં આવી છે. આ અગાઉ જુલાઈમાં સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં પણ CNG ના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કર્યો હતો. સીએનજીના આ નવા ભાવ શનિવાર મધ્યરાત્રીથી લાગુ કરી દેવામાં આવ્યા છે.
તેની સાથે જણાવી દઈએ કે, CNG ના ભાવમાં આ વધારો દક્ષિણ ગુજરાતના ચાર લાખથી વધુ સીએનજી વાહન યૂઝર્સને અસર પહોંચવાની છે. જ્યારે સુરતમાં 60 CNG પંપ અને દક્ષિણ ગુજરાતમાં 250 CNG પંપ રહેલા છે. સીએનજી નો ઉપયોગ મોટાભાગે ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં કરવામાં આવે છે. આ કારણોસર સ્કૂલ વાન સંચાલકો દ્વારા તેમના ચાર્જમાં વધારો કરવામાં આવી શકે છે.
તેની સાથે જણાવી દઈએ કે, સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા મહિનાના પ્રથમ દિવસે જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે દિલ્હીમાં 1818.50 રૂપિયામાં મળવાનું છે. દિલ્હી સિવાય કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1927.00 રૂપિયા પહોંચી ગયો છે. આ ગેસ સિલિન્ડર મુંબઈ માં 1771.00 અને ચેન્નઈમાં 1980.50 માં પ્રાપ્ત થશે.