ગોંડલ ના Ganesh Jadeja ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, જુનાગઢમાં NSUI શહેર પ્રમુખ ના અપરહણ ના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલ ના ગણેશ જાડેજાની ધરપકડ કરાઈ હતી. તેઓ છેલ્લા થોડા મહિનાઓથી જેલમાં બંધ રહેલા છે. આ બાબતમાં ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગણેશ જાડેજા ગોંડલ ના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર રહેલ છે.
આ મામલામાં વધુમાં જણાવી દઈએ કે, આજે જેલમાં બંધ જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજાના જામીન મંજૂર કર્યા છે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે હાઇકોર્ટ દ્વારા જામીનની મંજૂરી આપવામાં આવી છે. માહિતી અનુસાર, આવતીકાલના ગણેશ જેલમાં છુટી જશે. ત્યાર બાદ તે જૂનાગઢમાં પ્રવેશી શકશે નહીં.
આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, તારીખ 30 મે ની રાત્રીના ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકી નું અપહરણ કરવામાં આવ્યું હતુ. સંજય સોલંકી નું અપહરણ કરી હત્યાનો પ્રયાસ પણ કરાયો હતો. સંજય સોલંકી રાતના સમયે દાતાર રોડ પર પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના મિત્રો પણ ત્યાંથી જ કારમાં નીકળેલા હતા. તે સમયે ફરિયાદી સંજય સોલંકી દ્વારા કાર ને વ્યવસ્થિત ચલાવવાનું કહેવામાં આવતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો.
નોંધનીય છે કે, ગયા મહિને વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખતા કોર્ટ દ્વારા જામીન ના મંજૂર કરવામાં આવ્યા હતા. જામીન નામંજૂર થતા ગણેશ જાડેજાની મુશ્કેલી વધારો થયો હતો. તેના લીધે ગણેશને જેલમાં જવાનો વારો આવ્યો હતો. એવામાં હવે જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે જામીન અપાયા હતા.