હેકર્સે ડેટા ચોરી કરવા માટે કર્યો Telegram ચેટબોટનો ઉપયોગ, તમે પણ જોઈ શકો છો..

Amit Darji

ભારતની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થના ડેટા ચોરીના સમાચાર સામે આવ્યા છે. આ ડેટામાં ગ્રાહકોના મેડિકલ રિપોર્ટ પણ સામેલ રહેલ છે. આ ડેટા હવે Telegram પર પણ ચેટબોટ્સ દ્વારા સાર્વજનિક રીતે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ડેટા ચોરી પણ ટેલિગ્રામ બોટ દ્વારા કરાઈ છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ જ ટેલિગ્રામના સ્થાપકની એપ દ્વારા અપરાધને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી.

એક સુરક્ષા સંશોધક દ્વારા આ ડેટા લીક વિશે જાણકારી આપવામાં આવી હતી. આ ચેટબોટ્સના કથિત નિર્માતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લાખો લોકોની અંગત વિગતો વેચાણ માટે ઉપલબ્ધ રહે છે અને ચેટબોટ્સમાંથી જાણકારી મેળવીને તેનો નમૂનો જોઈ શકાય છે.

સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 4 બિલિયનથી વધુ રહેલ છે, તેના માટે રોઇટર્સને આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે સ્થાનિક સત્તાવાળાઓને કથિત અનધિકૃત ડેટા એક્સેસની જાણ કરવામાં આવી હતી. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, પ્રારંભિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે, હેકર્સ પાસે સંવેદનશીલ ગ્રાહક ડેટાની એક્સેસ નથી અને ડેટા સુરક્ષિત છે.

- Advertisement -

 

ડેટા સ્ટાર હેલ્થનો દેતા બે ચેટબોટ્સ આપી રહ્યું છે. એક પીડીએફમાં અને બીજું યુઝર્સને એક ક્લિક પર પોલિસી નંબર, નામ અને અન્ય જાણકારી આપે છે. હેકર્સ દ્વારા કેરળની એક હોસ્પિટલમાં પોલિસીધારક સંદીપ ટીએસની પુત્રીની સારવાર સંબંધિત રેકોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં તમામ જાણકારી સાથે 15,000 રૂપિયાનું બિલ પણ રહેલ છે. સંદીપે જણાવ્યું કે, આ બધો તેમનો ડેટા રહેલ છે. ચેટબોટે ગયા વર્ષે પોલિસીધારક પંકજ સુભાષ મલ્હોત્રાનો દાવો પણ લીક કર્યો હતો. ડેટા હિસ્સામાં અને ચેટબોટ્સ દ્વારા મફતમાં ઉપલબ્ધ રહેલ છે. જોકે, બલ્ક ડેટા માટે પાર્કર પાસેથી પૈસાની માંગણી કરાઈ હતી.

- Advertisement -
Share This Article
Leave a comment