હરિયાળી ત્રીજ પર Mehndi મૂકીને હાથમાં લગાવો ચાર ચાંદ, ટ્રાય કરો આ ડિઝાઇન…

Amit Darji

જો કે, હરિયાળી ત્રીજ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજની તિથિ પર ઉજવવામાં આવી રહી છે અને આ વર્ષે તે 7 ઓગસ્ટના રોજ આવી રહી છે. જો કે, આ તહેવાર ખાસ કરીને પરિણીત મહિલાઓનો છે. આ દિવસે મહિલાઓ શ્રૃંગાર કરે છે, અને ત્યારબાદ મહાદેવ અને માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. જોકે શ્રાવણ મહિનામાં ગમે ત્યારે Mehndi લગાવવી સારી છે, પરંતુ હરિયાળી ત્રીજ પરણિત સ્ત્રીઓનો દિવસ છે, તેથી આ દિવસે પતિને સ્પેશિયલ ફિલ કરાવવા માટે તમે પણ આ લેટેસ્ટ મહેંદી ડિઝાઇન્સ હાથમાં મુકી શકો છો. તો આ પ્રસંગે મહેંદીની અવનવી અને વિવિધ ડિઝાઇન વિશે જાણો.

ગ્લિટર મહેંદી
ગ્લિટર મહેંદી ડિઝાઈન બહુ જ સુંદર દેખાય છે. જો કે ,કંઇક અલગ અને સ્ટાઇલિશ કરવા માટે ગ્લિટર વાળી મહેંદી (mehandi)શ્રેષ્ઠ છે. તેની ડિઝાઇન જોઈને લોકોનું ધ્યાન તમારી મહેંદી તરફ જશે. આ મહેંદી હાથ પર પહેલા કોનથી મહેંદી લગાવવામાં આવે છે અને પછી મહેંદીની ડિઝાઈનની વચ્ચે ગ્લિટર ફિલ કરવામાં આવે છે. આ મહેંદી સૌથી અલગ દેખાય છે.

શેડવાળી મહેંદી
ઘણી મહિલાઓ એવી હોય છે કે, જેને ફુલ હેન્ડ મહેંદી ગમે છે, જ્યારે કેટલીક મહિલાને સ્પષ્ટ ડિઝાઈન જોઈએ છે. એટલે કે તેઓ આખા હાથ પર ડિઝાઈન કરાવવાનું પસંદ કરે છે. જો કે, આ મહેંદી ખુબ જ સરળ છે અને ખુબ ઓછા સમયમાં લગાવી શકો છો. તેના માટે ડિઝાઈનની આઉટલાઈન કર્યા બાદ અંદર શેડ આપવાના હોય છે. જે જોવામાં ખુબ જ આકર્ષક લાગે છે.

ફ્લોરલ મહેંદી
જો તમારી પાસે મહેંદી લગાવવાનો વધુ સમય ન હોય તો ફ્લોરલ મહેંદી એ તમારા માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે. આ ઉપરાંત, તમે તેની શ્રેષ્ઠ ડિઝાઇન માટે ઇન્ટરનેટની મદદ પણ લઇ શકો છો. જો કે, આ સિવાય મહેંદી ડિઝાઇનના ઘણા પુસ્તકો પણ બજારમાં ઉપલબ્ધ છે.

ડાયગોનલ મહેંદી
ડાયગોનલ મહેંદી એટલે હથેળીના એક છેડેથી શરૂ થતી અને બીજા છેડે સમાપ્ત થતી મહેંદી. જો કે, આ મહેંદીથી આખો હાથ પણ ભરાતો નથી અને મહેંદીની ડિઝાઈન પણ બહુ જ આકર્ષક અને સુંદર લગાવવામાં આવે છે. જો તમને આખા હાથમાં મહેંદી મૂકવાનો બહુ શોખના હોય તો ડાયગોનલ મહેંદી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. હરિયાળી ત્રીજના દિવસે તમે પણ આ મહેંદી લગાવવી શકો છો.

Share This Article
Leave a comment