હરિયાણા વિધાનસભા ચૂંટણી : JJP – ASP એ 19 ઉમેદવારો નામ કર્યા જાહે, દુષ્યંત ઉચાનાથી ચૂંટણી લડશે

Amit Darji

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે જનનાયક જનતા પાર્ટી (JJP) અને આઝાદ સમાજ પાર્ટી ગઠબંધને કેટલીક બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. બંને પક્ષો દ્વારા 19 ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડવામાં આવી છે. 19 ઉમેદવારોમાંથી ચાર ઉમેદવારો આઝાદ સમાજ પાર્ટીના રહેલા છે અને બાકીના 15 ઉમેદવારો જેજેપીના રહેલા છે. 19 ઉમેદવારોની પ્રથમ યાદીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાનો પણ સમાવેશ થાય છે. જ્યારે દુષ્યંત ચૌટાલા ઉચાના બેઠક પરથી ચૂંટણી લડવાના છે. જ્યારે ડબવાલી સીટ પરથી દિગ્વિજય ચૌટાલાને ઉમેદવાર બનાવવામાં આવેલ છે.

જનનાયક જનતા પાર્ટી ના ઉમેદવારો નીચે મુજબ

ઉચાના – દુષ્યંત ચૌટાલા

ડબવાલી – દિગ્વિજય ચૌટાલા

જુલાના – અમરજીત ઢાંડા

દાદરી – રાજદીપ ફોગાટ

ગોહાના – કુલદીપ મલિક

બાવળ – રામેશ્વર દયાળ

મુલાના – ડો.રવીન્દ્ર ધીન

રાદૌર – રાજકુમાર બુબકા

ગુહલા – કૃષ્ણ બાજીગર

જીંદ – એન્જિનિયર ધરમપાલ પ્રજાપત

નલવા – વિરેન્દ્ર ચૌધરી

તોશામ – રાજેશ ભારદ્વાજ

બેરી – સુનિલ દુજાના સરપંચ

અટેલી – આયુષી અભિમન્યુ રાવ

હોડલ – સતવીર તંવર

આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)

સધૌરા – સોહેલ

જગાધરી – ડો. અશોક કશ્યપ

સોહના – વિનેશ ગુર્જર

પલવલ – હરિતા બેંસલા

તમને જણાવી દઈએ કે, 27 ઓગસ્ટના હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી અને ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું હતું. હરિયાણાની 90 વિધાનસભા બેઠકોમાંથી જેજેપી 70 બેઠકો પર અને આઝાદ સમાજ પાર્ટી 20 બેઠકો પર ચૂંટણી લડવાની છે. દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખરે દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.

તેની સાથે ચૂંટણી પંચ દ્વારા હરિયાણાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં પ્રથમ ઓક્ટોબરના બદલે 5  ઓક્ટોબરના મતદાન યોજાશે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંને રાજ્યોમાં મત ગણતરીની તારીખમાં પણ ફેરફા કરાયો છે. બંને રાજ્યોમાં મતગણતરી હવે 4 ઓક્ટોબરના બદલે 8 ઓક્ટોબરના કરવામાં આવશે.

Share This Article
Leave a comment