Bangladesh માં ક્યાં સુધી હિન્દુઓ પર અત્યાચાર?, ઢાકામાં ઇસ્કોન સેન્ટરને સળગાવવામાં આવ્યું, મૂર્તિઓને બળીને થઈ ખાખ

Amit Darji

Bangladesh માં હિંસા અટકવાનું નામ લઇ રહી નથી. કેમકે દિવસેને દિવસે સતત હિંસાઓ વધી રહી છે. એવામાં હિસા વચ્ચે ઢાકામાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) નમહટ્ટા સેન્ટરમાં આગ લગાવવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. તેના લીધે ઈસ્કોન નમહટ્ટા સેન્ટરમાં રાખેલી અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતું. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં હિન્દુ ઓ વિરુદ્ધ સતત હુમલા કરવામાં આવી રહ્યા છે અને કટ્ટરપંથીઓ દ્વારા ઘણાં હિન્દુ મંદિરો ને નિશાન પણ બનાવવામાં આવી રહ્યા છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, મોહમ્મદ યુનુસ ની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર ના શાસન દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર સતત હુમલા ઓ કરવામાં આવી રહ્યા છે. હિન્દુ ઓ સામે હિંસા ની વધી રહેલી ઘટનાઓ નો ભારતમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસ ની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ વધુ બગડી ગયું છે. હિન્દુ સમુદાય પર કટ્ટરપંથીઓના હુમલામાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લીધે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા બાંગ્લા દેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન તૈનાત કરવાની વિનંતી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, સમિલિત સનાતની જોત સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસ ની 25 મી નવેમ્બર ના રોજ ઢાકામાં દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ 31 મી ઓક્ટોબર ના રોજ સ્થાનિક નેતા ની ફરિયાદ બાદ કરાઈ હતી. જેમાં ચિન્મય કૃષ્ણ દાસ અને અન્ય લોકો દ્વારા હિન્દુ સમુદાય ની એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાંગ્લાદેશમાં ફરીથી સ્થિતિ અસામાન્ય થઈ ગઈ છે.

Share This Article
Leave a comment