રિયાલિટી શો બિગ બોસની શરૂઆત થઈ ગઈ છે. આ શોના ૧૮ વર્ષ થઈ ગયા છે, જેની ટીવી અને OTT પર મળીને 21 સીઝન થઈ ગઈ છે. આ દિવસોમાં ટીવી પર બિગ બોસની 18 મી સીઝન ચાલી રહી છે, જેમાં Salman Khan દ્વારા પ્રથમ દિવસે જ ધૂમ મચાવી દેવામાં આવી છે. ચાહકો સલમાન ખાનને જોતા જ સિઝનને હિટ ગણાવી દીધી છે, પરંતુ તે પણ સાચું છે કે, સલમાન ખાન આ શો માટે ભારે ભરખમ ફી પણ લે છે. બિગ બોસની દરેક સીઝન સાથે સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ સામે આવે છે, જેમાં શો માટે સલમાન ખાનની ફીનો ખુલાસો કરવામાં આવે છે. આ વખતનો રિપોર્ટ પણ સામે આવ્યો છે જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
રિયાલિટી શો બિગ બોસ 18 સાથે જોડાયેલા ઘણા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સ્પર્ધકોની નેટવર્થ થી લઈને સલમાન ખાનની ફી સુધી તમામ જાણકારી ઓ સામે આવી છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બિગ બોસ 18 માટે સલમાન ખાન કેટલી ફી લઇ રહ્યા છે. આ રિપોર્ટે તહલકો મચાવી દીધો છે. વાસ્તવમાં રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, સલમાન ખાન બિગ બોસની આ સિઝન માટે 50 કરોડ રૂપિયાથી વધુ ફી વસૂલ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાન આ સિઝન માટે દર મહિને 60 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન આ શોમાં માત્ર બે દિવસ માટે જ જોવા મળવાના છે. શનિવાર અને રવિવારના તે વીકએન્ડ કા વાર લઈને આવે છે, જેમાં સ્પર્ધકોનો ક્લાસ લે છે.
સલમાન ખાન સિવાય ઘણા કલાકારો દ્વારા બિગ બોસ હોસ્ટ કરવામાં આવ્યું છે પરંતુ ચાહકો દ્વારા દર વર્ષે સલમાન ખાનની માંગ કરવામાં આવે છે. ફરાહ ખાન, કરણ જોહર, શિલ્પા શેટ્ટી, અરશદ વારસી અને સંજય દત્ત દ્વારા આ શોને હોસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ સલમાન ખાન આ શોની ટીઆરપી ને વધારી નાખે છે. આ જ કારણોસર મેકર્સ પણ સલમાન ખાનને અવારનવાર બોલાવતા રહે છે.